ભરૂચ જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો: હાંસોટ રોડ ઉપર પાણી પુરવઠાની ઓફિસ નજીક વૃક્ષ ધસી પડતા રાહદારીનું દબાઈ જતા મોત..

  • 11:06 pm June 4, 2023
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

ભરૂચ,

વીજળીના કડાકા ભડાકા પવન સાથે વરસાદ વરસતા ભરૂચમાં ઠંડક પ્રસરી..

પૂર ઝડપે ફૂંકાયેલા પવનથી પૂર્વ પટ્ટીના જુના તવરા ગામે મકાનોના છાપરા ઉડવા સાથે વીજ થાંભલા ઘસી પડ્યા.. વીજ પુરવઠો ખોરવાયો...

ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના નર્મદા નદીના ઘાટ વિસ્તાર પર પવનની ગતિ જોવા મળી..

ભરૂચ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી બાદ જૂન માસના પ્રારંભથી જ વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશમાં કાળા દિબાગ વાદળો સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા નાના ભૂલકાઓ પણ પ્રથમ વરસાદમાં મજા માણતા જોવા મળ્યા હતા તો ભરૂચમાં ઘણા વિસ્તારોમાં વૃક્ષ ધસી પડવાની સાથે મકાનોના છાપરા ઉડવાની ઘટનાઓ પણ સામે આવી હતી

ભરૂચ જિલ્લામાં જૂન માસના પ્રારંભના ૩ દિવસ બાદ જ વાતાવરણમાં આવ્યો હતો અને વહેલી સવારે જ વાતાવરણમાં બદલાવો જોવા મળ્યો હતો વહેલી સવારે જ આકાશમાં વાદળોની ફોજ આવી હતી અને ઝરમરિયા વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં જ લોકોની ઊંઘ ઊડી ગઈ હતી અને અચાનક વરસેલા વરસાદથી સ્લમ વિસ્તારમાં લોકોમાં ભારે ફાફડાટ મચ્યો હતો અને પોતાની ઘરવખરી બચાવવાના પ્રયાસો કર્યા હતા અચાનક આવેલા વરસાદના કારણે પોતાના મકાનો ઉપર તાડપત્રી સહિત ઘરમાં પાણી ન ટપકે તે માટે તમામ પ્રયાસો કર્યા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા સમગ્ર ભરૂચ જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ હતી

ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના જુના તવરા ગામે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો સાથે જ પવનની ગતિ પણ પૂર ઝડપે રહેતા નર્મદા નદીના કાંઠા ઉપર આવેલા વિસ્તારોના મકાનોના છાપરાઓ પણ ઉડ્યા હતા પૂર ઝડપે ફૂંકાયેલા પવનોથી મકાનોના છાપરા ઉડવાની ઘટનાના પગલે ઘરમાં નિંદણ માણી રહેલા લોકોમાં પણ ફફડાટ મચી ગયો હતો સાથે જ વીજળીના કડાકા ભડાકા અને પૂર ઝડપે રોકાયેલા પવન સાથે વરસાદથી ગામના સિમેન્ટના વીજ થાંભલાઓ પણ ધસી પડ્યા હતા જેના કારણે પંથકમાં પણ ફાફડાટ બચી ગયો હતો. લોકોએ પણ ઘરમાંથી બહાર નીકળવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ પૂર ઝડપે ફુકાયેલા પવનથી કેટલાય લોકોના મકાનોના છાપરા ઉડી ગયા હતા અને પવનના કારણે વીજ થાંભલાઓ પણ ધસી પડતા વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો ત્યારે પ્રથમ વરસાદમાં જ પૂર્વ પટ્ટી વિસ્તારના ગામના લોકોની હાલત દયનીય બની ગયા હતા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર પાણી પુરવઠાની ઓફિસ નજીક પણ પૂર ઝડપે ફુકાયેલા પવનના કારણે એક વૃક્ષ ધસી પડ્યું હતું અને નજીકથી પસાર થતાં રાહદારી ઉપર વૃક્ષ પડતા તે દબાઈ ગયો હતો અને તેને માથાના ભાગ એક ગંભીર ઈજાઓ થતા લોહી લુહાણ અવસ્થામાં સ્થળ ઉપર ઢળી પડ્યો હતો અને તેને સારવાર મળે તે પહેલા જ તે ઘટના સ્થળ ઉપર જ જીવ ગુમાવ્યો હતો ત્યારે પ્રથમ વરસાદ જ ભરૂચ જિલ્લામાં તારાજી સર્જી ગયો છે

ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ અનેક લોકોની હાલત કફોડી કરી દીધી છે પૂર ઝડપે ફકાયેલા પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદમાં અનેક લોકોને નુકસાન થયું છે સાથે જ પ્રથમ વરસાદમાં જ એક રાહદારીએ જીવ પણ ગુમાવવો પડ્યો છે જો કે જુના તવરા ગામમાં પણ વહેલી સવારે પવનના કારણે વીજ થાંભલાઓ ધસી પડવાની ઘટના હોવાના કારણે લોકોની અવરજવર ઓછી હોવાથી કોઈ હોનારત થવા પામી ન હતી.