દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ ૦૨ સાથે એક ઈસમ ઝડપાયો

  • 6:05 pm June 5, 2023
તસ્વીર | ધવલ વાજા, ભાવનગર

 

ભાવનગર,

પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ નંગ-૦૨ મળી કુલ કિ.રૂ.૫,૨૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડ્યો હતો.

ભાવનગર એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ પાલીતાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન હથિયાર અંગે મળેલ બાતમી આધારે પાલીતાણા, લુવારવાવ ગામ તરફ જવાના રસ્તે સ્મશાન પાસે રોડ ઉપરથી ફિરોજભાઇ દિલીપભાઇ નોડિયા/સીંધી ઉ.વ.૩૯ ધંધો-વેપાર રહે.બહારપરા,બાવગરવાળી શેરીની સામે, પાલીતાણા જી.ભાવનગર વાળાને લોખંડની ધાતુની સીલ્વર કલર જેવી પિસ્ટલ બેરલની લંબાઇ-૬ II ઇંચ તથા હાથાની લંબાઇ- ૩.૨૫ ઇંચની ચાલુ હાલતની પિસ્ટલ કિ.રૂ.૫,૦૦૦/- તથા 7.65 KF લખેલ જીવતા કાર્ટીસ નંગ-૦૨ કિ.રૂ.૨૦૦/- સાથે ઝડપી પાડેલ. તેની પાસે લાયસન્સ કે કોઇ સક્ષમ અધિકારીનો પરવાનો નહિ હોવાથી પિસ્ટલ તથા જીવતા કાર્ટીજ કિ.રૂ.૫,૨૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. આ પિસ્ટલ તેને માહુનખાન ઉર્ફે મોઇન સુલેમાનખાન સૈયદ રહે.મુળ-મુબારકપુર, હરિયાણા હાલ-પ્લોટ નંબર-૧૦, પરિમલ સોસાયટી, પાલીતાણાવાળા પાસેથી ત્રણેક વર્ષ પહેલાં લીધેલ હોવાનું જણાવેલ. જે અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.