નળ કનેકશન વાટે યોગ્ય રીતે પાણી મળતુ ન હોવાથી નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત

  • 8:51 pm June 5, 2023
આફતાબ શેખ | પંચમહાલ

 

 

પંચમહાલ,

શહેરા નગરપાલિકા ચીફ ઓફિસરને નળ કનેકશન વાટે યોગ્ય રીતે પાણી મળતુ ન હોવાથી રજુવાત. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારવા પડે છે. નગરપાલિકા શહેરાના લાગતા વળગતાં અધિકારીઓ તથા પદાધિકારીઓને અવાર–નવાર લેખિત તથા મૌખિક રજુઆતો કરવા છતાંયે પરિણામ શુન્ય છે. સમયાંતરે વેરો ઉઘરાવનાર નગરપાલિકા તરફથી ક્યા કારણોસર આ વિસ્તાર પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવવામાં આવે છે તે સમજાતુ નથી. હાલ સરકાર જયારે નલ સે જલ યોજના અંતર્ગત છેવાડે સુધી વસતો માનવી પાણીથી વંચિત ન રહે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. ત્યારે નગરપાલિકા શહેરા આ વર્ષોનો પાણીનો પ્રશ્ન ઉકેલવામા કેમ નિરસતા દાખવે છે. તે સમજાત નથી. તમામે રહીશો કોલીવાડ, ર્ડા.ભાવસારના દવાખાના પાસેનો વિસ્તાર તથા હોળી ચકલા થી લઈ ડૉ.સંભાલીવાલાના દવાખાનાથી ગઝનવી મસ્જિદ સુધી આ તમામે તમામ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકા મારફતે મેળવેલા નળ કનેકશન વાટે પીવાના પાણીનો પુરવઠો પાણી ચાલુ થાય ત્યારે પાંચથી દસ મિનિટ સુધી જ પાણી આવે છે. ત્યારપછી પાણી નળમાં આવતુ જ નથી.

ઉનાળા દરમ્યાન પાણી માટે દૂર દૂર સુઘી બેડાઓ લઈ ને પાણી લેવા માટે જવું પડે છે. તેવું આવેદનપત્ર માં જણાવ્યું હતું. અને જો આ પ્રશ્નનો ઉકેલ વહેલી તકે નહીં લાવવામાં આવે તો અમો રહીશોને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને જરૂર જણાશે તો બાળકો અને સ્ત્રીઓ સહિત આપની કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. આ તમામ બાબતો આવેદનપત્ર માં જણાવામાં આવી હતી.