સુબિર ગ્રામ સભામાં બોગસ ડોક્ટરો નો ઉપદ્રવ; વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આપી નોટિસ..

  • 8:57 pm June 5, 2023
સુશીલ પવાર | ડાંગ

 

 

ડાંગ,

ડાંગ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં બિલાડીની ટોપ સમાન બોગસ ડોક્ટરો એ દુકાન માંડી છે ત્યારે સુબિર તાલુકા આરોગ્ય વિભાગ ટી. એચ. ઓની ફરજમાં આવે છે કે સાવચેતીના પગલાં લેવાય પરંતુ અહીં તો અંધેરી નગરીમાં કોણ રાજા અને કોણ પ્રજા જેવી પરિસ્થિતિ થવા પામી છે, લોકોના જણાવ્યા મુજબ જ્યારે બોગસ ડોક્ટરોનો મુદ્દો ગ્રામ સભામાં ગાજયો તો સરપંચનું મો જોવા જેવું થયું હતું, પરંતુ ગ્રામ સભા મુદ્દે મહિલા સરપંચના પતિ જીને પૂછતાં એમણે કહ્યું કે સુબિરના તમામ ઝોલા છાપ ડોક્ટરોને ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ નોટિસ ફાટકારવાની કામગીરી કરવામાં આવી છે પરંતુ નોટિસ લખી નથી લખાણ થયા બાદ આપને આપીશું, માટે મહિલા સરપંકના પતિ સરપંચ જાગ્યા ખરા અને વહેલી તકે અમલ બજવણી થાયતો લોકોને રાહત થાય.

સુબિર તાલુકાની ગ્રામ સભામાં જાણવા મળ્યું કે તાલુકા લેવલે chc, phc,  ના ડોક્ટરો અને આરોગ્ય વિભાગ દ્વારા તેમની ફરજ માં આવતા તમામ ડોક્ટરોને કાયદેસરની નોટિસ આપી જિલ્લા લેવલે જાણ કરી છે ,વધુમાં સુબિર પોલીસ વિભાગ ની એસ. ઓ.જીના પણ ફરજ આવતું હોય કે ગામ અને તાલુકા લેવલે લોકોને ન્યાય મળે અને લોકોને નવી દિશા મળે પરંતુ ક્યાંકને ક્યાંક પોલીસ વિભાગ પણ ટેબલ નીચે બેસી જતા હોય એમ લોક ચર્ચાઈ રહ્યું છે તો આવા ઝોલા છાપ આયુર્વેદા ચાર્ય ને કેટ કેટલા પ્રોટેક્શન પહેલું તો આરોગ્ય વિભાગ, પછી પોલીસ ,પછી આવે છે સરપંચ જે લોક હિતેચ્છુક પરંતુ પોતાનું જ ખિસ્સું ભરવા વાળા ને ગરીબ લોકો નો વિચાર પણ આવતો નહીં , માટે આ ગંદકી ને તાલુકા બહાર નહીં પરંતુ જિલ્લા બહાર તગેડવા તંત્ર કમર કસે અને વહેલા તાત્કાલિક કડકાઈ  ના પગલાં ભરે ...