થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી ટ્રક માંથી ઝડપાયો દારૂ

  • 9:20 pm June 5, 2023
પ્રકાશ સુથાર | થરાદ

 

બનાસકાંઠા,

થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ- ૧૧૦ બોટલ નંગ- ૧૩૨૦ કિ.રૂા.૩૮૧૪૮૦/- સાથે કુલ રૂા. ૪૬,૩૪,૪૮૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.

ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન સાંચોર બાજુથી આવેલ ટ્રેલર ગાડી નં. PB-02-EL-9076 ની આવતાં ચેક કરતાં તેમાં ચોખાના બોકસ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરેલ મળી આવેલ. જે ગાડીમાં ભરેલ દારૂની પેટીઓ નીચે ઉતારી ગણતાં સદરહુ ગાડીમાંથી એક જ બ્રાન્ડની કુલ દારૂની પેટીઓ નંગ-૧૧૦ બોટલ નંગ-૧૩૨૦ જેની કિ.રૂા.૩૮૧૪૮૦/- નો પ્રોહીનો મુદ્દામાલ મળી આવેલ.જે ચોખાના બોકસ તથા ગાડી સહિત અન્ય મુદ્દામાલ કુલ કિ.રૂા.૪૬,૩૪,૪૮૦/-નો મુદ્દામાલ મળી આવતાં ગાડીના ચાલક (૧) જગતારસિંઘ સકતરસિંઘ જાટ(શીખ) ઉવ. ૪૮ રહે. ખાનછાબરી તા.ખંડુરસાહિબ તા.તરણતારણ પંજાબ (ર) પરમજીતસિંઘ દર્શનસિંઘ જાટ (શીખ) ઉ.વ,૩૯ રહે વાલટોહા તા.પટ્ટી તા તરણતારણ પંજાબ વાળો પ્રોહી જથ્થા સાથે પકડાયેલ હોઇ તેમના વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.