વાતારસા ગામના બુટલેગરે એક્ટિવાની ડીકીમાં તેમજ ઘરમાં સંતાડેલો વિદેશી ઝડપાયો

  • 9:54 pm June 5, 2023
વિનોદ પરમાર | આમોદ

 

ભરૂચ,

પોલીસે વિદેશી દારૂ સાથે એક્ટિવા,બે નંગ મોબાઈલ મળી કુલ ૬૩,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો.

આમોદ તાલુકાના વાતારસા ગામે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની આમોદ પોલીસને બાતમી મળતા પોલીસે વાતારસા ગામે નવી નગરીમાં રેડ કરી વિદેશી દારૂની ૨૮૦ નંગ બોટલ, એક્ટિવા ગાડી,બે નંગ મોબાઈલ તથા અંગ ઝડતી કરી કુલ ૬૩,૪૦૦ ના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડી પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના વાતારસા ગામમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની આમોદ પોલીસને બાતમી મળતા પોલીસે વાતારસા ગામે નવીનગરીમાં રેડ કરતા વિદેશી દારૂનું વેચાણ કરતા મોહસીન વલીભાઈ સાપા રહે વાતારસા ને ઝડપી પાડ્યો હતો.તેમજ એક્ટિવાની ડીકીમાં તેમજ ઘરના અડાળામાં રાખેલો ૨૮૦ નંગ બોટલ જેની કિંમત રૂપિયા ૨૮,૦૦૦ અંગ ઝડતી અને દારૂ વેચાણના ૨૪૦૦ તથા મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા ૧૩૦૦૦ તથા એક એક્ટિવા કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ ૬૩,૪૦૦ નો મુદ્દામાલ સાથે બુટલેગર મોહસીન વલીભાઈ સાપાને ઝડપી પાડી પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.