પાના પતાનો જુગારનો ક્વોલેટી કેસ શોધી કાઢતી ઇડર પોલીસ

  • 10:02 pm June 5, 2023
જાકીર મેમણ‌‌‌

 

 

 

સાબરકાંઠા,

ઇડર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ગંભીરપુરા ત્રણ રસ્તા પાસે આવતા આ.પો.કો દીપકસિંહ ભિખુસિંહ બ.નં.૦૭૬૩નાઓને બાતમી હકીકત મળેલ જે આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા પૈસા વડે પત્તા પાનાનો હારજીતનો ગે.કા. જુગાર રમતા આઠ ઈસમો સ્થળ ઉપર પકડી પાડેલ. આ પકડાયેલ તમામ આરોપીઓ પાસેથી અલગ અલગ દરની ચલણી નોટો રોકડ રકમ રૂ-૧૬,૨૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૪ જેની કિંમત રૂ.૨૧,૦૦૦/- મળી કુલ મુદામાલ કિંમત રૂ. ૩૭,૨૪૦/- નો મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી જુગાર ધારા કલમ ૧૨ હેઠળ કાયદેસર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.