વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ઝઘડિયા રાણીપુરા ગામે બીટ પ્લાસ્ટિક પોલ્યુશનની થીમ આધારિત કાર્યક્રમ યોજાયો

  • 10:27 pm June 5, 2023
ઈરફાન ખત્રી | રાજપારડી

 

 

ભરૂચ,

ઝઘડિયા તાલુકા સહિત જિલ્લાભરમાં આજરોજ ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા જીઆઇડીસી ની આરતી ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત કાર્યક્રમમાં બીટ પ્લાસ્ટિક પોલ્યુશન ની થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરના સાયન્ટિફિક ઓફિસર નીરજ પરમાર આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર રવિ આચાર્ય તથા આરતી ઇન્ડસ્ટ્રીઝના મયંક પરમાર, ક્રિષ્ના મોર્ય સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રાણીપુરાના ગ્રામજનોને પર્યાવરણ ના સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરતી ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત વૃક્ષનું શું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું હતું અને જેમ બને તેમ ગામમાં વધુ વૃક્ષો વવાય તે જણાવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌ ગ્રામજનોને આરતી ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક ફી બેગનુ વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે સાથે રાણીપુરા ગામમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.