ધંધાકીય અદાવતે બે જૂથ વચ્ચે થયેલા ફાયરીંગની ઘટનામાં પોલીસે સંડોવાયેલા પાંચ આરોપીની ધરપકડ કરી

  • 10:33 pm June 5, 2023
ઈરફાન ખત્રી | રાજપારડી

 

 

ભરૂચ,

તમામ આરોપીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.

જીઆઇડીસીમાં 10 રાઉન્ડ ગોળીબાર કરવા બાબતે જયમીન પટેલ સહીત 15 સામે ગુનો 

ગણતરીના જ કલાકોમાં મુખ્ય આરોપી જમીન પટેલની પોલીસે ધરપકડ કરી છે.

ઝઘડિયા જીઆઇડીસીમાં ધંધાકીય અદાવતને કારણે ગતરોજ ખુલ્લેઆમ અંધાધુંધ ફાયરિંગના દ્રશ્યો જોવા મળ્યા હતા. ધોળા દિવસે આડેધડ ફાયરિંગ કરનાર આરોપીઓ પૈકી પાંચ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, બે જૂથ વચ્ચે ચાલતી ધંધાકીય હરીફાઈની ગતરોજની લડાઈમાં સંડોવાયેલા મુખ્ય આરોપી જયમીન પટેલની ઘટનાના ૨૧ કલાકમાં પોલીસે ધરપક કરી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને વાલીયા પીએસસી ખાતે કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ઝઘડિયા જીઆઇડીસીની આરતી કંપનીના નવા બનતા પ્લાન્ટ પાસે ગતરોજ ધોળા દિવસે સાઉથની ફિલ્મની જેમ ખુલેઆમ આડેધડ ફાયરિંગ કરી ખૂંખાર દ્રશ્યો જોવા મળ્યા હતા. જે ગુનામાં ઝઘડિયા પોલીસે  ૧૫ જેટલા ઇસમો વિરુદ્ધ નામજોગ તેમજ અન્ય ટોળા સામે હત્યાની કોશિશ, રાયોટીંગ તેમજ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જે બાબતની તપાસ કે.વી ચુડાસમા ને સોંપવામાં આવી છે. અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે ગણતરીના જ કલાકોમાં સદર ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આ ગુના ના આરોપી (૧) જયમીન રણછોડ પટેલ ઉ.વ ૩૮ રહે. અંકલેશ્વરની ઘટનાને ૨૧ જ કલાકમાં ધરપકડ કરી છે. (૨) અનિલ શાંતિલાલ વસાવા (૩) આકાશ ચેતન યાદવ (૪) જીતેન્દ્ર મહેશ વસાવા (૫) વિકાસ ઉર્ફે વિકેશ વસાવા રહે વાલિયાની ઝઘડિયા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ ગતરોજ ઝઘડિયા જીઆઇડીસીમાં ફરિયાદી રજની રાજુ વસાવા તથા તેની ટીમ ઉપર જાનથી મારી નાખવાના ઇરાદે આડેધડ ફાયરિંગ કર્યું હતું. ઉપરાંત ૧૦ થી વધુ ગાડીઓની તોડફોડ કરી તેમજ અરૂણ ઉર્ફે ભાયા રાયસીંગ વસાવાને લાકડીના સપાટા મારી માથામાં ધાર્યું મારી તેની પર હુમલો કર્યો હતો. પોલીસે આ ગુનામાં ઝડપી પાડેલા પાંચ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો ઉપરાંત અન્ય આરોપી ઓની શોધખોળ હાથ ધરી તેઓની વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.