અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતી અમરાવતી નદીમાં અસંખ્ય માછલીઓનું મૃત્યુ..

  • 10:40 pm June 5, 2023
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

ભરૂચ,

ગત વર્ષે પણ આ જઅમરાવતી ખાડીમાં આજ દિવસે એટલે કે વિશ્વ પર્યાવરણના દિવસે જ અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું હતું.

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને પર્યાવરણ ની રક્ષા માટે જાગ્રતિ ફેલાવવા આ દિવસે અનેક પ્રોગ્રામો કરવામાં આવે છે ત્યારે આજે અંકલેશ્વર તાલુકા ના ઉછાલી ગામ પાસે થી વેહતી  અમરાવતી નદી માં અસંખ્ય માછલીઓ નું મૃત્યુ થયું છે. ગત વર્ષે પણ આ અમરાવતી ખાડી માં આજ દિવસે એટલે કે વિશ્વ પર્યાવરણ ના દિવસે જ અસંખ્ય માછલીઓ નું મૃત્યુ થયું હતું. જેની ફરિયાદ જેતે સમયે સરકારી વિભાગો અને NGT કોર્ટ માં પણ થઇ હતી. જેની તપાસ થઇ છે અને NGT કોર્ટ દ્વારા અંકલેશ્વર ની નોતિફાએડ વિભાગ ની કચેરી વિરુદ્ધ નાણાકીય દંડ ચુકવવા ના હુકમો થયા છે. તેમ છતાં આ ઘટના નું એજ દિવસે પુરાવર્તન થયું છે.

ગઈ કાલ ના ઓછા વરસાદ માં પણ ઓદ્યોગિક વસાહતો માંથી પ્રદુષિત પાણી મુખ્ય માર્ગો પર અને ખાડીઓ તરફ વેહતા નજરે દેખાયા હતા જેની તપાસ અને કાર્યવાહી જીપીસીબી તરફથી કરવામાં આવી હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ અમરાવતી ખાડી માં વિશ્વ પર્યાવરણ ના દિવસે માછલીઓ ના મૃત્યુ નું પુનરાવર્તન થયું છે. ગત વર્ષે આજ દિવસે આવી જ ઘટના બની હતી. પર્યાવરણ માટે આ ચિંતા જનક અને દુઃખદ બાબત છે. આજની ઘટના બાબતે ફરિયાદ કરવા અમોએ અંકલેશ્વર જીપીસીબી ના અધિકારી વિજયભાઈ રાખોલિયાને અનેક ફોન કર્યા હતા પરંતુ તેઓ સરકારી કાર્યક્રમ માં વ્યસ્ત હોવાથી અમારી ફરિયાદ લઇ શક્યા નથી.