ભાવનગર મહાનગરપાલિકાકક્ષા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીના ઉપલક્ષમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ અને યોગા જાગૃતિ અંગેની પદયાત્રા યોજાશે

  • 10:41 pm June 5, 2023

 

ભાવનગર,

રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર હેઠળના ગુજરાત યોગ બોર્ડ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભાવનગર આયોજિત નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩નાં કાઉન્ટ ડાઉનનાં ઉપલક્ષમાં "કોમન યોગા પ્રોટોકોલ તાલીમ"  કાર્યક્રમમાં સૌ યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો, તમામ સંસ્થાઓને સહ પરિવાર પધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આમંત્રણ પાઠવેલ છે. શિબિરમાં પધારનાર સૌને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરી પોતાનું રજીસ્ટ્રેશન કરવા તેમજ રજીસ્ટ્રેશન ફોર્મ અંગ્રેજી કેપિટલમાં ભરવાનું રહેશે. જેની લિંક:- https://forms.gle/hU8tQNNe17ZBiHuC6 રહેશે.

તારીખ : ૦૭/૦૬/૨૦૨૩, સમય : સવારના ૦૬-૦૦ થી ૦૮-૦૦ કલાક દરમ્યાન ઘોઘા સર્કલ સંસ્કાર મંડળ (અખાડો), ઘોઘા સર્કલ ખાતે કોમન યોગા પ્રોટોકોલ તાલીમ અને યોગા જાગૃતિ અંગેની શિબિર યોજાશે. શિબિર બાદ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું પ્રસ્થાન ઘોઘાસર્કલ અખાડાથી રૂપાણી સર્કલ, દિવડી ચોક, સરદારનગર સર્કલ ફરીને તે જ રૂટ પર પરત ઘોઘા સર્કલ સંસ્કાર મંડળ (અખાડો), ઘોઘા સર્કલ, ભાવનગર શહેર ખાતે પૂર્ણ કરવામાં આવશે. આ પદયાત્રામાં જોડાવા અને સૌ સાથે મળીને યોગ અંગે જાગૃતિ લાવવા જિલ્લા રમત ગમત અધિકારી, ભાવનગર શહેર દ્વારા આહવાન કરવામાં આવેલ છે.