ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્વારા 5 જુન વિશ્વ પર્યાવરણ દિનની અનોખી ઉજવણી કરતાં સ્કાઉટ ગાઈડ

  • 10:56 pm June 5, 2023

 

 

ભાવનગર,

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે ત્યારે 5 જુન વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી જિલ્લા સંધ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે ત્યારે શાળા ઓમા પક્ષી ઓનો કલરવ ગુંજતો રહે તેવા આશયથી પાણીનાં કુંડા અને ચણની ડીશ શાળા પરિસરમાં લગાવવામાં આવી શાળા ઓમા વૃક્ષારોપણ કરવામાં આવ્યું ફક્ત એકજ દીવસ પર્યાવરણ નુ જતન ન કરતા આખું વર્ષ પાણીનાં કુંડા અને ચણની ડીશ નુ સ્કાઉટ ગાઈડ માવજત કરશે આ કાર્યક્રમ મા વિદ્યાધીશ વિદ્યાસંકુલ , એમ એસ બી શાળા નં 69 , વિશુદ્ધાનંદ પ્રાથમિક શાળા , બી એન વીરાણી હાઈસ્કૂલ , નચિકેતા સ્કૂલ , નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય , ટી બી જૈન કન્યા પ્રા શાળા , શાળા નં 63 , શાળા નં 52 , દક્ષિણામૂર્તિ કુમાર મંદીર , ગિજુભાઈ કુ મંદિર , સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર , સંત કંવરરામ સીંધી સ્કૂલ , પ્રણામી પ્રાથમિક શાળા ના સ્કાઉટ ગાઈડ - આચાર્યઓ - ટ્રસ્ટીઓ જોડાયાં હતાં અને 100 થી વધુ કુંડા અને ચણ માટેના ફીડર લગાવ્યા હતા તમામ કાર્યક્રમ નુ સંકલન જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ તેમજ રોવર્સ દ્વારા કરવામાં આવ્યું હતુ.