યાત્રાધામ અંબાજી મંદિર ફરી વિવાદમા: મંદિરનો 7 નંબર ગેટ સ્થાનિકો માટે બંદ કરતા સ્થાનિકો રોષે ભરાયા

  • 7:06 pm June 6, 2023
જીતેન્દ્ર સોલંકી | દાંતા

 

 

અંબાજી,

શક્તિપીઠ અંબાજી મંદિર ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ છે. અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે ગુજરાત અને દેશ અને વિદેશમાંથી પણ માઈભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવવા અને માંનો આશીર્વાદ મેળવવા અંબાજી આવતા હોય છે. અંબાજીમાં રહેતા સ્થાનિકો પણમાં જગતજનની અંબાના દરરોજ દર્શન કરવા અંબાજી મંદિરમાં જતા હોય છે. અંબાજી મંદિર માં જવા માટે અનેકો ગેટ આવેલા છે. આ ગેટો થી બહારથી આવતા યાત્રિકો અને સ્થાનિકો મંદિરમાં પ્રવેશતા હોય છે.  ઘણા સમયથી અંબાજી મંદિરના સાત નંબર ગેટ થી સ્થાનિકો દરરોજ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે પ્રવેશતા હતા. ત્યારે એકાએક અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરના ગેટ નંબર સાત થી સ્થાનિકો ના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા સ્થાનિકો રોષે ભરાયા છે.

અંબાજી મંદિર ના ગેટ નંબર 7 અચાનક અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સ્થાનિકો ના પ્રવેશ આપવા પર પ્રતિબંધ લગાવતા અંબાજી માં રહેતા સ્થાનિકો જે દરરોજ માતાજીના દર્શનાર્થે મંદિરના સાત નંબર ગેટથી પ્રવેશતા હતા તેમને હવે હાલાકી ભોગવી પડી રહી છે. અંબાજીના સ્થાનિકો અંબાજી મંદિરના ટ્રસ્ટના આ નિર્ણય ને તુકલકી ફરમાન કહી રહ્યા છે . આજે અંબાજી માં રહેતા સ્થાનિકો ભેગા થઈને મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયા આ નિર્ણય ના વિરોધ મા અંબાજી મંદિર ટ્રસ્ટ ને આવેદનપત્ર પાઠવ્યો છે. મોટી સંખ્યામાં સ્થાનિકો આજે ગેટ નંબર સાત આગળ ભેગા થઈને મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયા નિર્ણય વિરુદ્ધ આવેદનપત્ર લખી અને મંદિર ટ્રસ્ટને આપવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિકોની માંગણી છે કે જે વર્ષોથી અંબાજી મંદિરના સાત નંબર ગેટથી સ્થાનિકોને પ્રવેશવા દેતા હતા એવી જ રીતે ફરી અંબાજી મંદિરમાં પ્રવેશવા માટે ગેટ નંબર સાત થી પ્રવેશવા માટે મંજૂરી આપવી જોઈએ.