મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ- 2023 અંતર્ગત બ્રીફિંગ મિટિંગ યોજાઈ

  • 7:40 pm June 6, 2023

 

 

અમદાવાદ,

અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે અને જિલ્લા વિકાસ અધિકારી  મેહુલ દવે સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બ્રીફિંગ મિટિંગમાં જોડાયા

સમગ્ર રાજ્યમાં આગામી તારીખ 12,13 અને 14 જૂનના રોજ યોજાનાર શાળા પ્રવેશોત્સવ- 2023 યોજાનાર છે. “ઉજવણી ઉજ્જ્વળ ભવિષ્ય”ની સૂત્ર સાથે રાજ્યભરમાં બાલવાટિકા અને ધોરણ - 1 માં ભૂલકાઓને વાજતે ગાજતે કેળવણી પ્રારંભ કરાવવામાં આવશે. શાળા પ્રવેશોત્સવ- 2023 સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે બ્રિફિંગ મિટિંગ યોજાઈ હતી. શિક્ષણમંત્રી  કુબેરભાઈ ડિંડોર, રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા, મુખ્ય સચિવ રાજકુમાર સહિત સમગ્ર મંત્રી મંડળ, સચિવઓ અને પદાધિકારીઓ આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ બ્રિફિંગ મિટિંગમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના વડાઓ જોડાયા હતા. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે, જિલ્લા વિકાસ અધિકારી  મેહુલ દવે, જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બ્રીફિંગ મિટિંગમાં જોડાયા હતા. આ મિટિંગમાં શાળા પ્રવેશોત્સવ - 2023 ની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી તથા શાળા પ્રવેશોત્સવ દરમિયાન અધિકારીઓએ ધ્યાને લેવાના મુદ્દાઓ સહિત, કાર્યક્રમની રૂપરેખા સહિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. શિક્ષણમંત્રી કુબેર ભાઈ ડિંડોરે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કર્યું હતું.