લોદરા ગામ ખાતે સ્વચ્છતા અભિયાન કામગીરી હાથ ધરાઇ

  • 7:53 pm June 6, 2023
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ,

લોદરા ગ્રામજનોએ સ્વેચ્છાએ ઉકરડા ના લેવામાં આવતા સરપંચે નોટીસ આપી ઉકરડા ઉપડાવ્યા

પાટણ જિલ્લાનાં સાંતલપુર તાલુકાના લોદરા ખાતે સ્વચ્છતા અભિયાન કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોદરા ગામમા જાહેર માર્ગો પરના ઉકરડા લેવા લોદરા ગામનાં સરપંચ પ્રદીપ ઠાકોરે દિન-1 ની  નોટિસ આપી હતી જે બાદ ગ્રામજનોએ સ્વેચ્છાએ ઉકરડાના લેવામાં આવતા લોદરા ગામનાં સરપંચ પ્રદીપ ઠાકોર એ ગામનાં ઉકરડા ઉપડાવ્યા હતા. મહત્વનું છે કે આ ઉકરડાઓ ગામનાં જાહેર માર્ગો પર હોવાથી રસ્તાઓ માં ગંદકીનું સામ્રાજ્ય બની જતા અને વાહન ચાલકોમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરતા ગ્રામજનો તેમજ ગામની સ્વચ્છતાને લઇને જાગૃત સરપંચ એ આ ગંદકી અને ઉકરડાઑનો અંત ઉકેલવામાં આવ્યો છે.

સાંતલપુરનાં લોદરા ગામનાં સરપંચ પ્રદિપ ઠાકોરે તલાટી કમમંત્રી સહિત UGVCL ના અધિકારીઓને હાજર રાખી UGVCl ટીમ દ્વારા ગામમાં આવેલ વીજ ડીપીની બાજુમાં બાવળિયા અને જાળીજાખરા દૂર કરી, ડિપીની બાજુમા સાફ સફાઈ કરાવવામાં આવી હતી. આમ, સાંતલપુર તાલુકાના લોદરા ગામનાં સરપંચ પ્રદીપ ઠાકોર એ ગામની સફાઈને લઇને તેમજ વીજપ્રવાહને ધ્યાને લઇને સમય સૂચકતા વાપરી અધિકારીઓને સાથે રાખી ગામની અંદર નળગતરૂપ ઉકરડાઓ સાફ સફાઈ અને બાવળ જાડી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.