ડોલવણનાં ગારવણ ગામે પીવાંનું પાણી ભરવા મહિલાઓ બે કિમી દૂરથી પગપાળા કરી લાવવા મજબુર..

  • 8:23 pm June 6, 2023
જબ્બર પઠાણ

 

તાપી,

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગારવણ ગામે પાણી માટે મહિલાઓ બે કિ.મી પગપાળા કરી પાણી ભરવા મજબુર બન્યા છે. તાપી જિલ્લામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની યોજના નલ સે જલ અમલમાં મૂકી છે. ત્યારે, આ યોજના સદર નિષ્ફળ નિવડી હોય તેમ જણાય આવે છે. ડોલવણ તાલુકાના ગારવણ ગામે ઘેર ઘેર નળ સહિત ટાંકીઓ પણ ગોઠવવામાં આવી છે. તેમ છતાં, અહીંના લોકોને પાણી મળ્યું જ નહીં. જેના કારણે મહિલાઓ બે કિમી દૂર હેન્ડ પંપ પર  કલાકો સુધી લાઈનમાં ઉભા રહી માથે દેગડું લઈ  પાણી લાવવા મજબુર બન્યા છે.

સરકાર દ્વારા તાપી જિલ્લામાં કરોડ રૂપિયા  ખર્ચ કરી નલ સે જલ યોજના અમલમાં મૂકી શુદ્ધ પાણી મળી રહે તે માટે કરોડોના ખર્ચ કરી રહી છે પરંતુ ડોલવણ તાલુકાના ગારવણ ગામના ડુંગરી ફળિયાના  મોટા પ્રમાણમાં ભીલ જ્ઞાતિનાં લોકોવસવાટ કરે છે. લોકોને ધામણદેવી ગામમાં જઈ કલાકો સુધી લાઈન ઉભા રહી બીજા ગામમાંથી પાણી લાવવા મજબુર બન્યા છે. ગામમાં પાણીની ગંભીર સમસ્યાનાં કારણે મૂગા પશુ ઓને પણ ભારે હાલાકી બોગવી પડી રહી છે હાલ ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યાનાં કારણે મહિલાઓ સવારથી જ લાઈનમાં ઊભા રહિ પાણી ભરવા મજબૂર બન્યા છે જેના કારણે મહિલાઓ નો સમય વેડફાઈ રહ્યો છે. ત્યારે આ ગંભીર સમસ્યાને ધ્યાને લઇ પાણી પુરવઠા વિભાગ ટેન્કરો વડે આ ગામે પાણી પૂરું પાડે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.