ભાવનગર જિલ્લા હોમગાર્ડઝની શ્રી જગન્નાથજી રથયાત્રા સંદર્ભે બેઠક યોજાઇ

  • 8:38 pm June 6, 2023

 

ભાવનગર,

ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજી રથયાત્રા ભાવનગર ખાતે આગામી તારીખ, 20.06.2023 નાં રોજ યોજવા જઈ રહી છે, ત્યારે ભાવનગરની અંદર શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જિલ્લા વહીવટી તંત્ર, અને પોલીસ તંત્ર દ્વારા મેરેથોન મીટીંગોનો દોર ચાલુ થયો છે.

જેમાં ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ એસપી સરવૈયાનાં અધ્યક્ષ સ્થાને, ભાવનગર જિલ્લા હોમગાર્ડના યુનિટો, ભાવનગર, તળાજા, મહુવા, ખૂટવડા, બગદાણા, જેસર,પાલીતાણા, ગારિયાધાર, સિહોર, ઉમરાળા, વલ્લભીપૂર, ઘોઘા, દાઠા, વરતેજ, સહિતના, ઓફિસર કમાન્ડિંગ અને જિલ્લા સ્ટાફ ઓફિસરોની બપોરે બે કલાકે જિલ્લા હોમગાર્ડઝ હેડક્વાટર્સ પાનવાડી ભાવનગર, ખાતે આગોતરા આયોજન માટે મીટિંગ યોજવામાં આવી, ઉપરોક્ત મિટિંગમાં રથયાત્રા હર્ષ અને ઉલ્લાસ સાથે શાંતિપૂર્ણ, રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્રની સાથે રહી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા માટેની ફરજો બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું, મીટિંગની શરૂઆતમા જિલ્લા હોમગાર્ડઝ સ્ટાફ ઓફિસર તાલીમ લાલજીભાઈ કોરડીયા દ્વારા માગૅદશૅન આપવામાં આવ્યું, ત્યારબાદ ભાવનગર જિલ્લા હોમગાર્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઇન્ચાર્જ પ્રહલાદસિંહ ગોહિલ દ્વારા ડિઝાસ્ટરને લગતી માહિતીઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું,

સ્ટાફ ઓફિસર નીતિનભાઈ ગોહેલ દ્વારા પ્રસંગ અનુરૂપ માગૅદશૅન આપવામાં આવ્યુ, જ્યારે આજની મીટીંગના અધ્યક્ષ એવા જિલ્લા કમાન્ડન્ટ એસપી સરવૈયા દ્વારા, દરેક જવાનો ઓફિસરોને ગણવેશ, ટનઆઉટ, સાથે અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજો સમયસર બજાવવા અને ધાર્મિક ઉત્સવ ઉલ્લાસમાં ધર્મપ્રેમી જનતાને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય તે પ્રકારે કાયદો વ્યવસ્થાની જાળવણી જિલ્લા પોલીસ તંત્રની સાથે રહી પોતાની ફરજો નિભાવવા જણાવ્યું, જિલ્લા હોમગાર્ડ્ઝ દળનાં જવાનો માટે જરૂરી આર્ટિકલની પણ ફાળવણી કરવામાં આવી.