નર્મદા નદીની ભરતીમાં અંક્લેશ્વર છેડે કાર ફસાઇ, યુવાનોએ ધક્કો મારી કાઢી

  • 9:14 pm June 6, 2023
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

 

ભરૂચ,

નર્મદા નદી પરના ગોલ્ડન બ્રીજ નીચે અંક્લેશ્વર કિનારે કુદરતના સાનિધ્યમાં મહાલવા લોકો જતાં હોય છે. ત્યારે એવી જ રીતે એક પરીવાર તેમની કાર લઇને નદી કિનારે કાંપની જમીન સુધી પહોંચી ગયાં હતાં. દરમિયાનમાં નર્મદામાં ભરતીના પાણી શરૂ થઇ જતાં જોત જોતામાં જ પાણીનો આવરો વધી ગયો હતો. લોકો તુરંત કિનારેથી દુર ભાગ્યાં હતાં. જોકે, કાર લઇને આવેલાં પરિવારને કાર ત્યાંથી તુરંત કાઢવાની તક નહીં મળતાં ઘુંટણ સુધીના પાણી ભરાઇ જતાં કાર ફસાઇ ગઇ હતી. આસપાસમાં રહેતાં માછીમારી કરતાં પરિવારના યુવાનો સહિત અન્ય યુવાનોએ કારને ધક્કો મારી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. એક તરફ પાણીનો પ્રવાહ વધી રહ્યો હોવા છતાં યુવાનોને ભારે જહેમતથી કારને બહાર કાઢવામાં સફળતાં મળી હતી.