ભરૂચમાં મોબાઇલમાં ગેમના રવાડે ચડેલા યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ખળભળાટ..

  • 9:16 pm June 6, 2023
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

 

ભરૂચ,

સતત રાત દિવસ મોબાઇલમાં ગેમ રમી રહ્યો હોવાનું આવ્યું સામે.. વહેલી સવારે ૪ વાગ્યાના અરસામાં ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું...

વાલીઓએ પોતાના સંતાનોને વધુ પ્રમાણમાં મોબાઈલ નહીં આપવા માટે મૃતકના માતા-પિતાની આજીજી

મોબાઇલમાં રહેલી વિવિધ એપની ગેમ માનસિક રીતે નુકસાનકારક :- ડોક્ટર ગોપી મિખીયા

મોબાઈલના રવાડે ચડેલ સંતાનોને માતા-પિતા ટોકે તો પણ ઘણી વખત સંતાનો કરી લે છે આપઘાત..

ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયાના જમાનામાં નાના થી માંડી મોટા ના હાથમાં હવે એન્ડ્રોઇડ મોબાઈલ જોવા મળતો હોય છે અને એન્ડ્રોઇડ મોબાઇલમાં પણ વિવિધ એપમાં આવતી ગેમો રમવામાં મગ્ન જોવા મળતા હોય છે પરંતુ મોબાઇલની ગેમ ઘણી વખત જોખમકારક સાબિત થાય છે મોબાઇલમાં ગેમના રવાડે ચડેલા યુવકે ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે જેના કારણે વાલીઓ માટે પણ બાળકોને મોબાઈલ આપવો લાલબત્તી સમાન સાબિત થયો છે

ડિજિટલ ઇન્ડિયાના યુગમાં સોશિયલ મીડિયાનો જમાનો ઝડપી બની ગયો છે અને તેમાંય હવે નાના બાળકોથી માંડી મોટી ઉંમરના લોકોના હાથમાં પણ એન્ડ્રોઇડ મોબાઈલ જોવા મળતો હોય છે અને આ જ એન્ડ્રોઇડ મોબાઇલમાં પણ હવે સોશિયલ મીડિયા સાથે વિવિધ એપમાં રહેલી ગેમો જોખમકારક સાબિત થઈ રહી છે ઘણી વખત યુવાધના મોબાઇલમાં રહેલી ગેમો રમવામાં મગ્ન બનતા હોય છે અને એટલા જ તલી થઈ જતા હોય છે કે આજુબાજુ શું થઈ રહ્યું છે તેનું પણ ભાન રહેતું નથી અને ઘણા ઓનલાઇન ગેમ રમવાની લાહયામાં પણ માનસિક રીતે તૂટી જતા હોય છે કારણ કે ઘણી મોબાઇલની એપમાં રૂપિયા હારવા અને જીતવાના પણ બનાવ બનતા હોય છે જેના કારણે હારી જવાના કારણે પણ માનસિક રીતે તૂટી ગયેલા વ્યક્તિ આપઘાતનો માર્ગ અપનાવતા હોય છે ભરૂચના એક સ્લમ વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષીય યુવક મેલાભાઈ વિનોદભાઈ વસાવા કે જેઓ પોતાના મોબાઈલમાં ગેમ રમવાના રવાડે ચડ્યા હતા અને વધુ પ્રમાણમાં તેઓ મોબાઇલમાં ગેમ રમવાનો શોખ ધરાવતા હતા અને તેઓએ વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં જ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારે પોતાનો એક દીકરો ગુમાવવાની નોબત આવી છે અને એટલા માટે જ જે પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે તેના માતા પિતા પણ પોતાના સંતાનોને વધુ પ્રમાણમાં મોબાઇલમાં ગેમ રમવા માટે મોબાઈલ ન આપવા માટે અપીલ કરી રહ્યા છે

સોશિયલ મીડિયાના જમાનામાં એન્ડ્રોઇડ મોબાઇલમાં વધુ પ્રમાણમાં ગેમ રમવી જોખમકારક સાબિત થાય છે સાથે ગેમ વધુ પ્રમાણમાં રમવાના કારણે માનસિક રીતે પણ અસર થતી હોવાની માનવામાં આવે છે અને વધુ પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ કરવો જોખમકારક સાબિત થતું હોવાનું પણ તબીબો માનતા હોય છે ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોક્ટર ગોપીકા મિખીયાનો સંપર્ક કરતા તેઓએ પણ કહ્યું હતું કે મોબાઈલમાં ઘણી વખત ગેમ રમવા સાથે રૂપિયા કમાવવા માટેની એપ હોય છે અને હારજીત ના કારણે પણ માનસિક રીતે ઘણી વખત લોકો આપઘાત કરતા હોય છે ત્યારે વધુ પ્રમાણમાં જો બાળકોને મોબાઇલમાં ગેમ રમવાની ટેવ હોય તો વાલીઓએ ચેતવાની જરૂર છે કારણ કે મોબાઇલમાં ગેમ રમવાના કારણે પણ માનસિક અસર થતી હોય છે અને ક્યારેક આપઘાત જેવા બનાવો બનતા હોય છે અને ગઈકાલે જે યુવકે આપઘાત કર્યો છે તે પણ મોબાઇલમાં વધુ પડતી ગેમ રમવાથી ટેવાયેલો હોય અને તેને માનસિક રીતે પણ આપઘાત કર્યો હોય તેવું માનવામાં આવે છે

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ઉનાળાના વેકેશનમાં પણ રજાના સમયે ઘણી વખત બાળકો મોબાઇલમાં ટેવાઈ ગયા હતા અને હવે શિક્ષણકાર્ય શરૂ થતા બાળકો પણ મોબાઈલના રવાડે ચડ્યા છે જેના કારણે ઘણા બાળકોને વાલીઓએ મોબાઈલની ટેવ થી દૂર કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વાલીઓએ પણ બાળકો સામે વધુ પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે માતા-પિતા જ વધુ પડતા મોબાઈલમાં મગ્ન બનતા હોય તો બાળકો મોબાઇલ વાપરવાની જીદ કરતા હોવાનું પણ માનવામાં આવે છે

એન્ડ્રોઇડ મોબાઈલ બાળકો માટે જોખમકારક..?

કોરોના કારમાં ઓનલાઇન શિક્ષણ શરૂ થયા બાદ ઘણા બાળકો એન્ડ્રોઇડ મોબાઇલમાં ગેમ ના રવાડે ચડ્યા છે જેના કારણે શિક્ષણ કાર્ય પણ ઘટ્યું છે એસએસસી બોર્ડના પરિણામમાં પણ ગત વર્ષની તુલનામાં ચાર ટકા પરિણામ ઓછું આવ્યું છે અને તેનું પરિણામ સોશિયલ મીડિયાના જમાના ને માનવામાં આવે છે વધુ પડતો મોબાઈલ વાપરવાના કારણે શિક્ષણનું સ્થળ ઘટી રહ્યું છે ઓનલાઇન શિક્ષણની લાહયમાં માતા-પિતા બાળકોને મોબાઈલ આપી દેતા હોય છે પરંતુ તે ખરેખર શિક્ષણ મેળવે છે કે પછી મોબાઈલનો દૂર ઉપયોગ કરે છે તે પણ એક વાલીઓ માટે તપાસનો વિષય બની જતો હોય છે

શિક્ષણ મેળવવાના સમયે બાળકોને મોબાઇલ આપવો નુકસાનકારક..?

શિક્ષણના સમયે ઘણી વખત ઓનલાઇન શિક્ષણના ઓથા હેઠળ વિદ્યાર્થીઓ એન્ડ્રોઇડ મોબાઇલમાં ગેમના રવાડે ચડી જતા હોય છે અને ઓનલાઇન ગેમ ઘણી વખત જોખમકારક સાબિત થતી હોય છે ઓનલાઇન ગેમના રવાડે ચડેલા બાળકો એક મેકને પોતાના મોબાઈલ નંબરો શેર કરતા હોય છે જેનું પરિણામ ભયંકર આવતું હોય છે અને તેમાંય યુવાનો સગીરાઓને ઓનલાઈન ગેમ માં જ નિશાન બનાવતા હોય છે અને ભરૂચમાં આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેમાં ઓનલાઇન ગેમમાંથી યુવતીઓ યુવકો સાથે સંપર્કમાં આવ્યા હોય અને તેઓ ભાગી ગયા હોય ત્યારે બાળકોને વધુ પ્રમાણમાં મોબાઈલ આપો પણ જોખમકારક સાબિત થતો હોય છે

વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરવો શરીર માટે પણ નુકસાનકારક..

એન્ડ્રોઇડ મોબાઇલમાં ગેમ સહિત ફેસબુક અને વિવિધ ડેપોમાં સતત ધ્યાન રાખવું સાથે વધુ પડતો મોબાઈલ એકધારો વાપરવો પણ શરીર માટે નુકસાનકારક હોય છે સતત બેઠા બેઠા કે સુતા સુતા મોબાઇલ નો ઉપયોગ કરવો કમળના મણકા અને બોચી સહિત દુઃખાવો થવા સાથે બીમારીનો ભોગ પણ બનતા હોય છે જેના કારણે વધુ પ્રમાણમાં મોબાઈલ ઉપયોગ કરવો શરીર માટે પણ નુકસાનકારક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.