જામનગર, ઓખા, મીઠાપુર અને વાડીનારમાં આપતિ વ્યવસ્થાપન તાલીમ શિબિરનું આયોજન કરાશે

  • 8:42 pm June 7, 2023

 

જામનગર,

જામનગર શહેર, જામનગર જિલ્લો, ઓખા, મીઠાપુર અને વાડીનાર, જિલ્લો દેવભૂમિ દ્વારકાના નાગરિક સરંક્ષણ કચેરી/ સિવિલ ડિફેન્સ સર્વિસ સાથે જોડાયેલા સર્વે માનદ સભ્યઓ/ પદાધિકારીઓ/ સ્વંયસેવકો/ વોર્ડનો માટે ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગાંધીનગર અને નાગરિક સંરક્ષણ તાલીમશાળા, અમદાવાદ અને રોટરી ક્લબ ઓફ જામનગરના સહયોગથી વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, “ડિસેબિલિટી ઈન્ક્લુઝિવ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ” વિષય હેઠળ આગામી તા. 12 જૂનના રોજ રોટરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર, રોટરી ક્લબ ઓફ જામનગર, જામનગર મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં સવારે 09:00 થી સાંજે 06:00 દરમિયાન તાલીમ શિબિર યોજાશે. આગામી તા. 13 જૂનના રોજ ઓખા- મીઠાપુર ખાતે ટાટા કેમિકલ લિમિટેડના હોલમાં શિબિર યોજાશે. તેમજ, આગામી તા. 14 જૂનના રોજ વાડીનારમાં આઈ. ઓ. સી. હોલ, આઈ. ઓ. સી. કોલોની ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉક્ત તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે ઈચ્છુક સર્વેએ જામનગર જિલ્લામાં ચીફ વોર્ડન  કમલેશ પંડ્યા, સંપર્ક નં. 9824510942, વાડીનારમાં ચીફ વોર્ડન  નોંધુભા જાડેજા, સંપર્ક નં. 9825416361 અને ઓખામાં ડેપ્યુટી ડિવિઝનલ વોર્ડન  પ્રફુલ કોટેચા, સંપર્ક નં. 9680599999 પાસે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમ નાયબ નિયંત્રક, નાગરિક સંરક્ષણ કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.