પ્રતાપ નગરથી આલીરાજપુર નવી ટ્રેન શરૂ કરાઈ, સાંસદએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

  • 9:17 pm June 7, 2023
અજય જાની | છોટાઉદેપુર

 

 

છોટાઉદેપુર,

છોટા ઉદેપુર આદીવાસી પંથક માં રજવાડી સમય થી નેરોગેજ ટ્રેન ચાલતી હતી જેને રેલ્વે વિભાગ દ્વારા બ્રોડ ગેજ માં રૂપાંતરિત કરી આ ટ્રેન ને મધ્ય પ્રદેશ ના ધાર સુઘી વધારવાની તજવીજ હાથ ધરાઇ છે. આ ટ્રેન હાલ પ્રતાપ નગર થી છોટા ઉદેપુર અને હવે મધ્ય પ્રદેશ ના અલીરાજપુર સુઘી શરૂ કરી દેવામાં આવી છે. રેલ્વે દ્વારા પ્રતાપ નગર થી છોટા ઉદેપુર થઈ અલીરાજપુર સુઘી નવી ટ્રેન શરૂ કરાતા સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ ટ્રેન થી મધ્ય પ્રદેશ ના આલિરાજપુર ના પ્રવાસીઓ ને વડોદરા આવવા જવામાં સરળતા થશે. આદીવાસી પંથક માં નવી ટ્રેન શરૂ કરાતા આનંદની લાગણી ફેલાઇ છે. સદર કાર્યક્ર્મ માં સાંસદ ગીતાબેન રાઠવા , જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, મહામંત્રી શંકરભાઈ રાઠવા, મેહુલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.