વ્યારાના સિરમાં ગામે રસ્તો બિસ્માર અવસ્થામાં

  • 9:22 pm June 7, 2023
જબ્બાર પઠાણ | તાપી

 

તાપી,

વ્યારા તાલુકાના  સિરમાં ગ્રામ પંચાયત સમાવિષ્ટ કોટવાળીયા ફળિયામાં ત્રન વર્ષ અગાઉ બનાવવામાં આવેલ રસ્તા પર કપચી ઉપસી આવતા વાહન ચાલકો સહિત ગ્રામ જનો ને ભારે હાલાકી નો સામનો કરવા મજબૂર બન્યા છે ત્યારે આ રસ્તાનું સમાર કામ થાય તે જરૂરી બન્યું છે

એક તરફ સરકાર કોટવાડિયા સમાજને પાયાની સુવિધા મળી રહે તે માટે તેમના વિકાસ માટે કોરડોની ગ્રાન્ટ ફાળવતી હોય છે. તેમ છતાં આજે પણ તેમના વિસ્તાર રોડ રસ્તા જેવી પાયાની સુવિધા તેમના આંગણે. પહોંચી ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હાલ ચોમાસામાં રસ્તા પરથી શાળાએ જતા બાળકો સહિત રાતદારીઓ અને વાહન ચાલકો જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થવા  મજબુર બન્યા છે ત્યારે ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસુ પહેલા આ રસ્તાનો સમારકામ થાય તેવી ત્યાંના સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.