ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા

  • 9:43 pm June 7, 2023

 

ભાવનગર,

ભાવનગર મહાનગરપાલિકાના ફુડ સેફ્ટી વિભાગ દવારા સરકાર તેમજ કમિશનરની સુચનાનુસાર ભાવનગર મહાનગરપલિકા વિસ્તારમાં આવેલ નારી રોડ ખાતેના વચ્છરાજ મસાલા ભંડાર, ખોડીયાર મરચા ફાર્મ, સંત મરચા ભંડાર, કિસાન મસાલા, પટેલ મસાલા, હરી મસાલા પાસેથી કુલ-૨૫ કુંડ ના નમુના લેવામાં આવેલ જેમા દળેલી હળદર ના ૬ નમુના, શીરડીય મરચ ના -૫ નમુના,દળેલુ ધાણાજીરૂ ના ૪ નમુના, દળેલુ કાશ્મીરી મરચ ના ૫ નમુના, દળેલુ મરચ–રેશમ પટો ના ૩ નમુના, ધાણા પાઉડરનો ૧ નમુનો, દળેલ મારવાડી મરચ નો 1 નમુનો મળી કુલ – ૨૫ નમૂના લેવામાં આવેલ જે પૃથ્થકરણ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવેલ છે.