ઇઝરાયલી સ્વીમરોએ હિન્દી ગીત ‘આજા નચલે’ પર ડાન્સ કર્યો, વીડિયો વાયરલ

  • 3:51 pm August 6, 2021

જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિક રમતો ચાલી રહી છે. ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ સાથે જાેડાયેલા વિવિધ પ્રકારના વીડિયો સો.મીડિયા પર પણ વાયરલ થાય છે.

ઇઝરાયલીના સ્વીમરોનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઇઝરાયલી સ્વીમરોએ સાબિત કર્યું કે બોલિવૂડ ગીતોનો ક્રેઝ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ છે. તાજેતરમાં ઇઝરાયેલી ટીમના સ્વીમરોએ એડન બ્લેચર અને શેલી બોબ્રીત્સ્કીએ આર્ટિસ્ટિક સ્વિમિંગ ડ્યુએટ ફ્રી રૂટીન પ્રિલિમિનરીમાં ભાગ લીધો હતો.

આ દરમિયાન માધુરી દીક્ષિતના ગીત ‘આજા નચલે’ પર ડાન્સ કરતી વખતે બંને જાેવા મળી હતી. બંનેનો આ વીડિયો સો.મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઇઝરાયલી સ્વીમરો ગીતોની પસંદગી લોકોને ખૂબ ગમી.

એની ડેનમ નામના યુઝરે ટિ્‌વટર પર ઈઝરાયલી સ્વીમરોનો આ વીડિયો શેર કર્યો છે. તેના કેપ્શનમાં, તેણે લખ્યું, ‘ટીમ ઇઝરાયેલને આ માટે ખૂબ ખૂબ આભાર. તમને ખબર નથી કે હું તેને સાંભળવા અને જાેવા માટે કેટલો ઉત્સાહિત હતો. આજા નાચલે. ‘હિન્દી ગીતો પર ઇઝરાયલી સ્વીમરોનું પ્રદર્શન એ વાતનો પુરાવો છે કે, વિદેશમાં પણ લોકોને હિન્દી ફિલ્મો અને ગીતો ગમે છે.

સો.મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો તેને એકબીજા સાથે શેર કરી રહ્યા છે પણ તેના પર ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.