હરિયાણા સરકાર ૯ મહિલા હોકી ખેલાડીઓને આપશે રૂ. ૫૦-૫૦ લાખના પુરસ્કાર

  • 2:53 pm August 7, 2021

ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમને ભલે મેડલ નથી મળ્યું, પરંતુ પોતાની અંતિમ મેચમાં ટીમે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ ચૂકી ગયા. હરિયાણા સરકારએ હવે આ મહિલા હોકી ખેલાડીઓ પર ઈનામનો વરસાદ કરી દીધો છે. ભારતીય મહિલા હોકી ટીમમાં સામેલ હરિયાણાની ૯ દીકરીઓને ૫૦-૫૦ લાખ રૂપિયાનું પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરએ આ ઘોષણા કરી અને કહ્યું કે ભારતીય મહિલા હોકી ટીમ રાની ઝાંસીની જેમ અંત સુધી લડી છે. જાેકે, તેમણે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું. મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે, સરકાર તરફથી તમામ ખેલાડીઓને ૫૦-૫૦ લાખ રૂપિયા ઈનામ આપવામાં આવશે.

મહિલા ટીમ માત્ર ત્રીજી વાર ઓલમ્પિકમાં ઉતરી છે. ૨૦૧૬ રિયો ઓલમ્પિકમાં ટીમ ૧૨મા નંબર પર રહી હતી. આ ઉપરાંત ૧૯૮૦માં ટીમ ચોથા નંબર પર રહી હતી. જાેકે, તે સમયે સેમીફાઇનલ મેચ નહોતી. આ રીતે ભારતીય હોકી ટીમનું પ્રદર્શન ટોક્યો ઓલમ્પિકમાં સર્વશ્રેષ્ઠ રહ્યું છે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે ઓલમ્પિકમાં પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતતાં ટીમમાં સામેલ હરિયાણાના બંને ખેલાડીઓને અઢી-અઢી કરોડ રૂપિયાનું પુરસ્કાર આપવાની સાથોસાથ સીનિયર કોચ (ગ્રુપ બી)ની નોકરી આપવાની ઘોષણા કરી છે. તેની સાથે જ બંનેને હરિયાણા શહેરી વિકાસ પ્રાધિકરણના પ્લોટ રાહત દરે પ્રદાન કરવામાં આવશે. મુખ્યમંત્રી ખટ્ટરે આ ઘોષણાઓ હરિયાણમ મંત્રીમંડળની બેઠક બાદ કરી હતી.

ટોક્યો ઓલમ્પિકમાં કુશ્તીમાં સિલ્વર મેડલ જીતનારા ભારતીય પહેલવાન રવિ દહિયાને હરિયાણા સરકાર ૪ કરોડનું ઈનામ આપશે. આ ઉપરાંત ક્લાસ વનની નોકરી આપવામાં આવશે. દહિયા હરિયાણામાં જ્યાં પણ ઈચ્છે ૫૦ ટકાના કન્શેશન પર એક પ્લોટ આપવામાં આવશે. સીએમ ખટ્ટરે ગુરૂવારે આ જાહેરાત કરી. ખટ્ટરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મેચ ખૂબ જ રોમાંચક હતી. રવિ દહિયાને સામાન્ય અંતરથી સિલ્વરથી સંતોષ માનવો પડ્યો.