ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય રેસલર બજરંગ પૂનિયાની સેમી-ફાઇનલમાં થઈ હાર

  • 3:02 pm August 7, 2021

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો રેસલર બજરંગ પૂનિયા સેમીફાઇનલ મેચ હારી ગયો છે. અઝરબૈજાનનાં હાજી અલીયેવે એને ૧૨-૫થી હરાવ્યો હતો. અલીયેવ ૫૭ કિલોગ્રામમાં રિયો ૨૦૧૬નાં બ્રોન્ઝ મેડલિસ્ટ અને ૬૧ કિલોગ્રામમાં ૩ વારનાં વર્લ્‌ડ ચેમ્પિયન રહી ચૂક્યો છે. હવે બજરંગ પૂનિયા શનિવારે બ્રોન્ઝ મેડલ માટે રમશે.

બજરંગ શરૂઆતમાં આગળ હતા, પરંતુ પછી સતત પછડાટી ખાધી શરૂઆતની મીનિટોમાં જ બજરંગે એક પોઈન્ટ મેળવી લીધો હતો. પરંતુ અજરબૈજાનના પહેલવાને બજરંગ પર તેનો જ દાવ અજમાવ્યો. પલ્ટી મારવાના દાવની મદદથી અજરબૈજાનના પહેલવાને ઘણાં પોઈન્ટ ભેગા કર્યા. ૬૫ કિલોની વેટ કેટેગરીના ક્વાર્ટર ફાઈનલ મેચમાં પૂનિયાએ એશિયાઈ ચેમ્પિયનશીપના બ્રોન્ઝ મેડલિસ્ટ ઈરાનના મોર્ટેજા ધિયાસીને હરાવીને જીત મેળવી હતી.

ક્વાર્ટર ફાઇનલમાં બજરંગ ૧-૦થી પાછળ હતો. આ પછી, બજરંગને છેલ્લી ઘડીએ ૨ પોઇન્ટ મેળવ્યા હતા. પછી તે ઈરાની કુસ્તીબાજને પછાડીને મેચમાંથી બહાર કરી દીધો હતો. તેને વિકટ્રી બાય ફોલ રૂલ દ્વારા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

બજરંગે વિજય સાથે ઓલિમ્પિકની શરૂઆત કરી હતી. તેણે આજે કિર્ગિસ્તાનના એર્નાઝર અકમાતાલીવ પર ટેકનિકલ આધાર પર પ્રિ-ક્વાર્ટર ફાઇનલ જીતી હતી. એક સમયે બજરંગને કિર્ગિસ્તાનના કુસ્તીબાજ ઉપર ૩-૧ની લીડ મેળવી લીધી હતી.

બીજા તબક્કામા, બજરંગે અકમાતાલીવનો પગ પકડીને પછાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજાે પણ હાથમાં ન આવવાથી ચૂકી ગયો. છેલ્લી થોડી સેકન્ડમાં અકમાતાલીવે વાપસી કરી અને બે વાર પુનિયાને રિંગની બહાર ૨ પોઇન્ટ મેળવ્યા હતા.

આ પછી સ્કોર ૩-૩ની બરાબરી પર હતો. મેચના અંતે, કોણે એક સાથે સૌથી વધુ પોઇન્ટ મેળવ્યા, ત મુદ્દે મેચનું પરિણામ નક્કી થયું. બજરંગે એક સાથે ૨ પોઇન્ટ મેળવ્યા હતા. તેના આધારે તેને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

અન્ય ભારતીય કુસ્તીબાજ સીમા એન્ટિલ શુક્રવારે તેની પ્રથમ ઓલિમ્પિકમાં મહિલાઓની ૫૦ કિગ્રા ફ્રી સ્ટાઇલની પ્રથમ સ્પર્ધામાં ટ્યૂનિશિયાની સારા હમદી સામે હારી ગઈ હતી. મારિયા ત્રણ વખત ઓલિમ્પિક મેડલ વિજેતા અને ૨૦૧૯ વર્લ્‌ડ ચેમ્પિયન છે.