સેન્સેક્સ ૨૧૫ અંક ઘટી ૫૪,૨૭૭ પર બંધઃ નિફ્ટી ૧૬,૨૩૮ની સપાટીએ

  • 3:30 pm August 7, 2021

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ ૨૧૫ અંક ઘટી ૫૪૨૭૭ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૬ અંક ઘટી ૧૬૨૩૮ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઇ, ટાટા સ્ટીલ, એચડીએફસી સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ ૨.૦૭ ટકા ઘટીને ૨૦૮૯.૦૫ પર બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૭૦ ટકા ઘટીને ૭૫૨૭.૩૦ પર બંધ રહ્યો હતો. જાેકે ઈન્ડસઈન્ડ બેન્ક, ભાતી એરટેલ, ટેક મહિન્દ્રા, મારૂતિ સુઝુકી, એનટીપીસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૧૧ ટકા વધીને ૧૦૨૯.૨૦ પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ ૧.૪૯ ટકા ઘટીને ૬૦૭.૮૦ પર બંધ રહ્યો હતો.

આરબીઆઇએ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટ ૪ ટકા અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા પર યથાવત રહેશે. એમપીસીના ૬માંથી ૫ સભ્ય વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવાના પક્ષમાં ન હતા. આરબીઆઇએ ફાઈનાન્શિયલ વર્ષ ૨૦૨૧-૨૨ માટે જીડીપી ગ્રોથનું અનુમાન ૯.૫ ટકા યથાવત રાખ્યું છે. રિટેલ મોંઘવારી દર ૫.૭ ટકા રહેવાનું અનુમાન છે.

મુકેશ અંબાણીએ સુપ્રીમ કોર્ટને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ફ્યુચર-રિલાયન્સ રિટેલ ડીલ મામલામાં એમેઝોનના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે રિલાયન્સ-ફ્યુચર રિટેલ ડીલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રિલાયન્સ, ફ્યુચર ગ્રુપની રિટેલ સંપત્તિ ખરીદવાના સોદો પર આગળ વધી શકશે નહિ.

એશિયાના શેરબજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કેઈ ૦.૩૦ ટકાની તેજીની સાથે ૨૭૮૧૦ પર કારોબાર કરી રહ્યો છે. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ૦.૪૮ ટકાની નબળાઈની સાથે ૩૪૪૯ પર અને હોંગકોંગનો હેંગસેંગ ૦.૧૫ ટકાના ઘટાડા સાથે ૨૬,૧૬૬ પર ટ્રેડ કરી રહ્યો છે. કોરિયાનો કોસ્પી ૦.૩૨ ટકાના ઘટાડા સાથે ૩૨૬૫ પર અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરી મામુલી વધારા સાથે ૭૭૮૧ પર કારોબાર કરી રહ્યો છે.