ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ શોર્ડ મારીને રાજીનામાની કરી જાહેરાત

  • 5:24 pm August 7, 2021

ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ શોર્ડ મારીને એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, “ઓલિમ્પિક ગેમ્સમાં ગ્રેટ બ્રિટન સામે બ્રોન્ઝ મેડલ માટેનો પ્લેઓફ મુકાબલો આ ટીમ સાથે તેમની છેલ્લી જવાબદારી હતી.” ભારતીય મહિલા હોકી ટીમને આ સ્થાન સુધી પહોંચાડનાર કોચના આ ર્નિણયથી ભારતના કરોડો ચાહકોના દિલ તૂટ્યા છે.

૪૭ વર્ષીય કોચ શોર્ડ મરીજનેની દેખરેખ હેઠળ ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિક રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ભારતીય ટીમના ચોથા સ્થાન પર રહેવાનો શ્રેય તેમણે આપેલી ટ્રેનિંગને આપવામાં આવી રહ્યો છે.

ભારતીય મહિલા હોકી ટીમને ગ્રેટ બ્રિટન સામેની બંધ મેચમાં ટીમને ૩-૪ થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચના થોડા કલાકો પછી, કોચ શોર્ડ મારિને રાજીનામું આપવાની જાહેરાત કરી. નેધરલેન્ડના આ ભૂતપૂર્વ ખેલાડીએ ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘મારી કોઈ યોજના નથી કારણ કે, ભારતીય મહિલાઓ સાથે આ મારી છેલ્લી મેચ હતી. તે હવે જાનેકા શોપમેનના હાથમાં છે.

સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા શોર્ડ મારિન અને ટીમના વિશ્લેષણાત્મક કોચ જનેકા શોપમેન બંનેને કાર્યકાળ વધારવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય કોચે વ્યક્તિગત કારણોસર આ ઓફર ઠુકરાવી દીધી હતી.

કોરોના વાયરસ મહામારીને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે કોચ શોર્ડ મારિન છેલ્લા ૧૬ મહિનાથી તેના ઘરે જઈ શક્યા નથી. તેમના રાજીનામાના ર્નિણયને આ સાથે જાેડવામાં આવી રહ્યો છે. હવે તે તેના પરિવારને મળવા ઈચ્છશે.