દીપક પુનિયાના કોચે હાર બાદ રેફરી પર કર્યો હુમલો અને પછી...

  • 5:25 pm August 7, 2021

ભારતના કુસ્તીબાજ દીપક પુનિયાના વિદેશી કોચ મોરાડ ગેડ્રોવને ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. મોરાડ પર ગુરૂવારે દીપક પુનિયાની મેચ બાદ રેફરી પર હુમલો કરવાનો આરોપ છે. દિપક પુનિયાએ સેન મરિનોના માઈલેસ અમીન સામે ૨-૪થી હાર થઈ હતી. એક સમયે દીપક ૨-૧થી આગળ હતો, પરંતુ અમીને છેલ્લી ૧૦ સેકન્ડમાં ભારતીય કુસ્તીબાજ પર ભારી પડ્યો હતો.

સમગ્ર મેચ દરમિયાન દીપકની રમત સારી હતી, પરંતુ અમીને ભારતીય કુસ્તીબાજનો જમણો પગ પકડી લીધો અને તેને મેચની અંતિમ ક્ષણોમાં બે પોઈન્ટ મેળવી વિજય મેળવી હતી. આ મેચ બાદ કોચ મોરાડ ગેડ્રોવ રેફરીના રૂમમાં ગયો અને તેના પર હુમલો કર્યો. વર્લ્‌ડ રેસલિંગ બોડીએ તરત જ આઈઓસીને આ બાબતની જાણ કરી અને શુક્રવારે તાત્કાલિક શિસ્તબદ્ધ સુનાવણી માટે ભારતીય કુસ્તી સંઘને પણ બોલાવ્યા હતા.

ભારતીય કુસ્તી સંઘ સામે માફી માંગ્યા બાદ તેને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો. વર્લ્‌ડ રેસલિંગ બોડીએ પૂછ્યું કે, 'મોરાડ સામે શું કાર્યવાહી કરવામાં આવે. તેના જવાબમાં ભારતીય કુસ્તી સંઘએ કહ્યું, 'તેને ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવામાં આવે.'

વર્લ્‌ડ રેસલિંગ બોડીએ આઈઓસીને ભલામણ કરી હતી કે મોરાડ ગેડ્રોવ સામે કડક કાર્યવાહી થવી જાેઈએ. મોરાડે ભૂતકાળમાં પણ આવું કર્યું છે. અને ત્યારે તેને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો. ગેડ્રોવે ૨૦૦૮ બીજિંગ ઓલિમ્પિકમાં ૭૪ કિલો વજનમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે ૨૦૦૪ એથેન્સ ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ તેના પ્રતિસ્પર્ધી ખેલાડી પર હુમલો કર્યો હતો.