ન્યૂઝીલેન્ડે ટી-૨૦ વિશ્વકપ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી

  • 5:57 pm August 11, 2021

આ વર્ષે યુએઈ અને ઓમાનમાં રમાનાર ટી૨૦ વિશ્વકપ માટે ન્યૂઝીલેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે અને એડન મિલ્નેને કવર તરીકે ૧૬માં ખેલાડીના રૂપમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પોતાના ટેસ્ટ પર્દાપણ મેચમાં બેવડી સદી ફટકારનાર ડેવોન કોનવેને ટીમમાં સમેલ કરવામાં આવ્યો છે તો કાઇલ જેમીસનને પણ તક આપવામાં આવી છે. અનુભવી બેટ્‌સમેન માર્ટિન ગુપ્ટિલને પણ ટીમમાં રાખવામાં આવ્યો છે. 

યુવા બેટ્‌સમેન ગ્લેન ફિલિપને તેના શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે અને તે ટીમમાં જગ્યા મેળવવામાં સફળ રહ્યો છે. તો ઓલરાઉન્ડર ડેરિલ મિશેલને પણ ટી-૨૦ વિશ્વકપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિકેટકીપર તરીકે ટિમ સિફર્ટને સામેલ કરવામાં આવ્યો, જ્યારે સ્પિનર ટોડ એશ્ટલ પણ પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. કેન વિલિયમસનની આગેવાનીવાળી ટીમમાં માર્ક ચેપમેનને પણ તક આપવામાં આવી છે. બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉદી પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેનો સાથ આપવા લોકી ફર્ગ્યૂસન અને કાઇલ જેમીસનને તેનો સાથ આપવા માટે વર્લ્‌ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ન્યૂઝીલેન્ડને આઈસીસી ટી-૨૦ વિશ્વકપ માટે ગ્રુપ-૨માં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાનની ટીમ સાથે રાખવામાં આવ્યું છે. જ્યાં તેની ટીમ ઈન્ડિયા સાથે જાેરદાર ટક્કર થવાની છે. આઈસીસીએ પાછલા મહિને ટી-૨૦ વિશ્વકપ માટે ગ્રુપોની જાહેરાત કરી હતી. વિશ્વકપની શરૂઆત ૧૭ ઓક્ટોબરથી થવાની છે અને ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ૧૪ નવેમ્બરે રમાશે.

ન્યૂઝીલેન્ડની ટી-૨૦ વિશ્વકપ માટે ટીમઃ-કેન વિલિયમસન (કેપ્ટન), ટોડ એશેલ, ટ્રેન્ટ બોલ્ટ, ડોવેન કોનવે, માર્ટિન ગુપ્ટિલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સેઇફર્ટ (વિકેટકીપર), માર્ક ચેમ્પમેન, ડેરેલ મિશેલ, જિમી નીશમ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, કાઇલે જેમિસન, લોકી ફર્ગ્યુસન, ટિમ સાઉદી, એડન મિલ્ને (બેકઅપ).