બાંગ્લાદેશની ટીમે દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ટીમને ૪-૧ થી ્‌૨૦ હરાવી

  • 6:16 pm August 11, 2021

બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ્‌૨૦ સિરીઝ રમાઇ હતી, જેમા ઓસ્ટ્રેલિયન ટીમને બાંગ્લાદેશની ટીમે ૪-૧ થી હરાવી દીધુ હતુ. શ્રેણી પ્રથમ ત્રણ ટેસ્ટમાં ખરાબ રીતે હાર મેળવી હતી. ત્યારબાદ સિરીઝની અંતિમ મેચમાં તો ઓસ્ટ્રેલિયા શરમજનક સ્થિતીમાં મુકાઇ ગયુ હતું. બાંગ્લાદેશના ૧૨૨ રનના લક્ષ્?ય સામે ઓસ્ટ્રેલિયાની પુરી ટીમ માત્ર ૬૨ રનમાં જ સમેટાઇ ગઇ હતી.

પાંચ ટી૨૦ મેચોની સિરીઝ બંને દેશો રમવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે આવી હતી. સિરીઝમાં શરુઆતની ત્રણેય મેચ ઓસ્ટ્રેલિયાએ કંગાળ રમત રમીને ગુમાવી દીધી હતી. ત્યારબાદ ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયા સિરીઝની પ્રથમ અને એક માત્ર જીત મેળવવામાં સફળ રહ્યુ હતુ. અંતિમ મેચમાં આબરુ બચાવવા માટે મેદાને ઉતરેલી કાંગારુ ટીમે, રહી સહી આબરુ પણ ગુમાવી દેવી પડી હતી. ૧૪૪ રનના ઇતિહાસમાં પ્રથમ વાર ઓસ્ટ્રેલિયાએ સૌથી નાની ઇનીંગ રમ્યુ હતુ.

પાંચમી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાના બોલરો સામે બાંગ્લાદેશની ટીમે ૮ વિકેટ ગુમાવીને ૧૨૨ રનનો આસાન સ્કોર કરી શકી હતી. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ રન ઓપનર મંહમ નઇમે ૨૩ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન બોલરો નાથન એલિસ અને ડેન ક્રિસ્ટીયને ૨-૨ વિકેટ હાંસલ કરી હતી. આમ બાંગ્લાદેશે શ્રેણીમાં ફરી એકવાર આસાન સ્કોર કાંગારુઓ સામે ખડક્યો હતો.