બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને 'પ્લેયર ઓફ ધ મંથ'નો એવોર્ડ જીત્યો

  • 3:51 pm August 13, 2021

બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) 'પ્લેયર ઓફ ધ મંથ'નો એવોર્ડ જીત્યો છે. શાકિબ છેલ્લા મહિને ઝિમ્બામ્બે વિરુદ્ધની સિરીઝમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતુ. તેમણે ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતુ.

શાકિબને હરારે સ્પોર્ટસ ક્લબમાં બીજી વનડેમાં ઝિમ્બામ્બે પર બાંગ્લાદેશની ત્રણ વિકેટથી જીત બાદ અણનમ ૯૬ રન કર્યા હતા. ટી ૨૦માં શાકિબ હસને ૭ ઈકોનમી રેટમાંથી ત્રણ વિકેટ ઝડપી હતી.

તે આઇસીસી ટી-૨૦ની રેન્કિંગમાં પણ ટોચનો ઓલરાઉન્ડર છે. શાકિબે ઓસ્ટ્રેલિયાના મિશેલ માર્શ અને વેસ્ટઈન્ડિઝના હેડન વૉલ્શ જૂનિયરને પછાડી 'પ્લેયર ઓફ ધ મંથ'નો એવોર્ડ જીત્યો છે. શાકિબે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સાત મેચની ટી ૨૦ સીરિઝમાં પણ સારું પ્રદર્શન કર્યું હતુ.
તેમણે અંતિમ મેચમાં કાંગારું ટીમના ૪ બેટ્‌સમેનને પવેલિયન મોકલ્યા હતા પરંતુ ચોથા મેચમાં તેમની એક જ ઓવરમાં ૫ છગ્ગા વિરોધી ટીમે ફટકાર્યા હતા.

આઈસીસીએ આ વર્ષથી જ આઈસીસી 'પ્લેયર ઓફ ધ મંથ' એવોર્ડની શરૂઆત કરી છે. અત્યાર સુધીમાં ત્રણ ભારતીય, બે બાંગ્લાદેશી, એક પાકિસ્તાન અને એક ન્યૂઝીલેન્ડના ખેલાડીને આ ખિતાબ મળ્યો છે.

આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ મેળવનાર ખેલાડીઓઃ

જાન્યુઆરી – રિષભ પંત
ફેબ્રુઆરી – આર. અશ્વિન
માર્ચ – ભુવનેશ્વર કુમાર
એપ્રિલ – બાબર આઝમ
મે – મુશફિકુર રહીમ
જૂન – ડેવોન કોનવે
જુલાઈ – શાકિબ અલ હસન