'શેરશાહ'માં સિદ્ધાર્થની એક્ટિંગના ચાહકો થયા દિવાના, કહ્યું ''યે દિલ માંગે મોર''

  • 4:51 pm August 13, 2021

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ શેરશાહના ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા.ત્યારે હવે આ ઈંતજાર પુરો થયો છે અને આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ છે. શેરશાહ કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ કેપ્ટન વિક્રમ બત્રાના રોલમાં જાેવા મળ્યા છે. આ ફિલ્મને હાલ ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.ઉપરાંત સો.મીડિયા પર પણ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

શેરશાહમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્ટિંગ ચાહકોને ખૂબ પસંદ આવી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ સિદ્ધાર્થની ઘણી પ્રશંસા થઈ રહી છે. ફિલ્મ 'શેરશાહ' રિલીઝ થયા બાદથી ટિ્‌વટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

ફિલ્મ 'શેરશાહ'માં સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્ટિંગ ચાહકોને ખુબ પસંદ આવી રહી છે. ત્યારે ફિલ્મનું રિએક્શન આપતા એક યુઝરે લખ્યું, ”શેરશાહ ફિલ્મ જાેયા બાદ હું મંત્રમુગ્ધ થઈ ગઈ છું. આગળ લખ્યું, આ ફિલ્મ ખૂબ જ અલગ છે અને સિદ્ધાર્થ મલ્હોત્રા તમારા પર ગર્વ છે.”

જ્યારે, અન્ય યુઝરે લખ્યું, શેરશાહ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કેપ્ટન વિક્રમ બત્રાના રોલને ન્યાય આપ્યો છે અને પાંચ વર્ષની મહેનત સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રાને રિયલ હિરો ગણાવ્યો હતો.

એક યુઝરે લખ્યું, આ ફિલ્મ જાેતી વખતે મેં મારી આંખો પણ ઝબકાવી નથી,શાનદાર સિનેમેટોગ્રાફી. જ્યારે બીજા એક યુઝર્સ લખ્યું, આ ફિલ્મમાં સિદ્ધાર્થ ખુબ શાનદાર લાગી રહ્યો છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેરશાહનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં કેટરીના કૈફ, વિકી કૌશલ સહિત અનેક સેલેબ્સ પહોંચ્યા હતા. કેટરિના કૈફે સો.મીડિયા પર પોસ્ટ શેર કરીને આ ફિલ્મની પ્રશંસા કરી છે.