રાખી સાવંતના ઘરમાં ફેન બની અંદર ઘુસ્યો વ્યક્તિ, એક્ટ્રેસે એફઆઈઆર દાખલ કરી

  • 4:29 pm August 15, 2021

બિગ બોસની ડ્રામા ક્વિન રાખી સાવંત સો.મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. પેપરાઝીની સાથે ઘણી વખત મુંબઇનાં રસ્તા પર તે વાતો કરતી નજર આવે છે. આ દરમિયાન તેણએ કેટલીક એવી હરકત કરી હતી જે ઘણી વખત આવા વિવાદિત નિવેદન આપે છે. હાલમાં જ તેણે એમ કહી હેરાન કરી દીધા કે એક અજાણ્યાં વ્યક્તિએ તેનાં ઘરનો દરવાજાે તોડી અંદર ઘુસી ગયો હતો જે અંગે તેને ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે.

રાખી સાવંતએ હાલમાં એક ઘટના અંગે જણાવ્યું હતું. રાખીએ કહ્યું, એક વ્યક્તિ તેની બિલ્ડિંગની અંદર ફેન બની ઘુસી ગયો અને તેનાં ઘરનો દરવાજાે તોડી દીધો. આ ઘટના તે સમયે બની જ્યારે ઘરમાં નોકરાણી એકલી હતી. જેનાં કારણે તે ગભરાઇ ગઇ હતી. રાખી સાવંતનો આ વીડિયો વિરલ ભયાણીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર કર્યું છે.

વીડિયોમાં તે કહે છે કે, 'હું તો હાલમાં ઘટિયા બિલ્ડિંગમાં રહી રહી છું. હાલમાં પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિને જેલમાં નાખ્યો છે. તે એ માટે જેલમાં ગયો કારણ કે તે મારા ઘરમાં ઘુસી આવ્યો હતો અને દરવાજાે તોડી દીધો. મે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની છે જ્યારે તે માર ઘરમાં ઘુસ્યો તે સમયે હું ઘરમાં ન હતી. હું હાલમાં સારા એરિયામાં નથી રહેતી. તેને જેલમાં નાખ્યો, તે બિલ્ડિંગની નીચે આવતો અને ફેન ફેન કરીને ઉપર સુધી આવી ગયો.

ઘર પાસે આવીને ઘરનો દરવાજાે તોડી દીધો. હું ઘમાં ન હતી. એક નોકરાણી હતી જે ડરી ગઇ. રોવા લાગી અને તેને ઇજા પણ આવી છે. ખુબજ ડ્રામા થઇ તો પછી ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કમ્પેઇન લખાવી છે. તેથી હું હાલમાં સારા એરિયામાં નથી રહેતી. '

રાખી સાવંતની પાસે બિગ બોસની બહાર આવ્યા બાદ થી નવાં પ્રોજેક્ટની ભરમાર છે. હાલમાં જ 'ડ્રીમમાં એન્ટ્રી' ગીત બાદ રાખી સાવંતનું બીજુ ગીત 'લોકડાઉન' રિલીઝ થયું છે, જે ખુબ પસંદ કરવામાં આવે છે.