બિનઝેરી કુંભારીયા સાપની પ્રજાતિનું પતન થવાની આરે...

  • 2:50 pm August 21, 2021

ઉત્તર ગુજરાતમાં ૨૫ પ્રજાતિના સાપમાંથી માત્ર ૪ પ્રજાતિના સાપ જ ઝેરી છે કે જે માણસને નુકશાન પહોંચાડી શકે છે. આ મુખ્ય ચાર પ્રજાતી સિવાયના બધા જ સાપ બિનઝેરી કે માણસ માટે બિનહાનિરક છે કે જેના વડે માણસને કોઈ જ નુકશાન પહોંચતુ નથી. માત્ર ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમા જ જાેવા મળતા એક માત્ર કુંભારીયા સાપનું અસ્તિત્વ જાેખમમાં મુકાયું છે. આ પ્રજાતિના સાપને ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાના કારણે કેટલાક લોકો મારી નાખતા હોય છે. ગુજરાતીમાં એના દેખાવ અને રંગરૂપને આધારે તેને 'રજવાડી' , કેવડીયો, રજબસંતી તરીકે ઓળખવામાં આવે છે અને ઉત્તર ગુજરાતની સ્થાનિક ભાષામાં આ સાપને "કુંભારીયો" કે 'કુંભારીયો નાગ' પણ કહે છે, ઘાટા નારંગી અથવા પીળા કલરના શરીર પર કાળા કલરના નાના નાના ડાગ કે છાંટણા સાથે તેના મોઢાનો ભાગ ઘાટો કાળો અથવા છીકણી કલરનો હોય છે ને લંબાઈ આશરે ૩ફૂટ થી લઈ ને ૫ ફૂટથી વધારે જાેવા મળે છે.

સ્વભાવે ખુબજ શાંત અને ચપળ એવો આ સાપ જ્યારે ભય જણાય ત્યારે પોતાના મોઢા માંથી હિસ્સ અથવા સિસોટી જેવો અવાજ ઉત્પન્ન કરે છે, ઘણીવાર રહેણાક વિસ્તારમાં ને લોકોના ઘર અને પશુઓ ને બાંધવાની જગ્યાએ ખોરાકની શોધમાં આવી જતો હોય છે, એના ખોરાકમાં ઉંદર, નાના પક્ષીઓ અને અન્ય જીવજંતુઓનો સમાવેશ થાય છે.