અક્ષયની ‘બેલ બોટમ‘ મૂવી પર કતાર,કુવૈત,સાઉદીમાં પ્રતિબંધ

  • 4:58 pm August 21, 2021

કોરોનાની બીજી લહેરનુ જાેર ઓછુ થયા બાદ સુપર સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમને થિયેટરોમાં રિલિઝ કરવામાં આવી છે.ભારત સહિત દુનિયાના બીજા દેશોમાં ૧૯ ઓગસ્ટે ફિલ્મ રિલિઝ થઈ છે પણ અખાતી દેશોની ફિલ્મ સામેની નારાજગી છતી થઈ છે. એવા અહેવાલ મળ્યા છે કે, અક્ષય કુમારની આ ફિલ્મને સાઉદી અરબ, કતાર, કુવૈતમાં બેન કરી દેવામાં આવી છે. કદાચ તેના માટે ફિલ્મનુ એક દ્રશ્ય જવાબદાર હોવાનુ મનાઈ રહ્યુ છે.

એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલના કહેવા પ્રમાણે ફિલ્મમાં ભારતના એક વિમાનને હાઈજેકર્સ દુબઈ લઈ જાય છે. અહીંયા અક્ષય કુમાર અને બીજા પાત્રો દ્વારા યુએઈ સરકારને આંધારામાં રાખીને પ્લેનને હાઈજેકર્સ પાસેથી છોડાવવામાં આવે છે.આ ઘટનાને વાસ્તવિકતા સાથે સબંધ છે. કારણકે ૧૯૮૪માં પ્લેન હાઈજેક થયા બાદ હાઈજેકર્સ પ્લેનને દુબઈ લઈ ગયા હોય છે ત્યારે યુએઈના તત્કાલિકન રક્ષા મંત્રીએ સ્થિતિને સંભાફ્રી હતી અને આ હાઈજેકર્સને યુએઈની સરકારે પકડી લીધા હતા.કદાચ તેને લઈને જ અખાતી દેશોના સેન્સર બોર્ડને વાંધો પડ્યો હોય તેવુ બની શકે છે.