કોરોનામાં શાળાઓ બંધ છે ત્યારે હારિજની શાળાની વિદ્યાર્થિનીઓને શેરી શિક્ષણ અપાઈ રહ્યું છે

  • 4:21 pm August 25, 2021

હારિજ ખાતે પ્રાથમિક કન્યા શાળાની સ્થાપના આઝાદી કાળ પહેલાં ગાયકવાડ સાશનમાં વર્ષ ૧૯૪૨માં થઈ હોવાના રેકર્ડ દર્શાવે છે. ધોરણ ૧થી ૮ સુધી માત્ર બાળાઓ અભ્યાસ કરતી હોઇ દરેક વર્ષે સંખ્યા હાઉસફૂલ રહે છે. હાલમાં ૪૩૦ ઉપરાંત બહેનોની સંખ્યા ધરાવે છે. છેલ્લાં દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે કન્યાઓના અભ્યાસ પર માઠી અસર પહોચી છે. હારિજ ખાતે આદર્શ પ્રાથમિક કન્યા શાળા બજાર મધ્યે આવેલી છે. કોરોના મહામારીથી બહેના શિક્ષણ પર માઠી અસર પડી હોવાથી કન્યા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા છાત્રોની અનુકૂળતા મુજબ પાંચ અલગ અલગ જગ્યાઓ નક્કી કરી બહેનોને શેરી શિક્ષણ એક મહિના ઉપરાંત સમયથી આપવામા આવી રહ્યુ છે.શાળાના આચાર્ય અને ૧૪ શિક્ષક સ્ટાફ દ્વારા છેલ્લાં એક માસ ઉપરાંતથી પાંચ પોઇન્ટ નક્કી કરી બાળાઓને શેરી શિક્ષણ આપવામા આવી રહ્યુ છે. જેમા જાેગણી માતાનું મંદીર સોમનાથ નગર, બીજાે પોઇન્ટ રામજી મંદીરમાં, ત્રીજાે પોઇન્ટ શિક્ષકોની નાણાં ધિરનાર મંડળીની લાંબી ખાતે, ચોથો પોઇન્ટ મહેતાશેરી અને પાંચમો પોઇન્ટ નર્મદા કોલોનીના મેદાનમાં નક્કી કરી બાળાઓને શિક્ષણ આપવામા આવી રહ્યુ છે. શાળાના શિક્ષક જયેન્દ્રભાઇ દવે, ભરતભાઇ નાણેચા, અશોકભાઇ કટારીયા વગેરે શિક્ષક અભ્યાસ આપી રહ્યાં છે.