વિશ્વના ગરીબ દેશોમાં બ્લડ પ્રેશરનો ખતરો વધારે ઃ ગરીબી, સ્થૂળતા જવાબદાર

  • 4:38 pm August 26, 2021

હાલ દુનિયાભરમાં ૧૫૦ કરોડ લોકો હાયપરટેન્શનથી પીડિત છે. ૨૦૧૯માં ૧.૭૯ કરોડ લોકોના મૃત્યુ હૃદય રોગને લીધે થયું હતું. તેમાંથી એક તૃતિયાંશ લોકોના મોત પાછળ હાઈ બ્લડપ્રેશર જવાબદાર છે. કારણકે હાઈપરટેન્શનના દર્દી આ બીમારીને સમયસર ઓળખી શકતા નથી. તેને પરિણામે દર્દીઓને હાર્ટ અટેક આવે છે. આથી આ બીમારીને સાઈલન્ટ કિલર પણ કહેવાય છે. દુનિયાભરના લોકોમાં બ્લડ પ્રેશર એટલે કે હાયપરટેન્શનનું કારણ ગરીબી અને સ્થૂળતા પણ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ઉૐર્ં)એ બુધવારે કહ્યું, સ્થૂળતા હૃદય રોગ, સ્ટ્રોક અને કિડનીની બીમારીઓનું જાેખમ વધારે છે. મોટાભાગના લોકોને આ વિશે જાણકારી ના હોવાથી સમયસર સારવાર થઈ શકતી નથી. હાય બ્લડ પ્રેશર ઉૐર્ં અને ઈમ્પીરિયલ કોલેજ લંડનના સંશોધકોએ મળીને રિસર્ચ કર્યું. લેન્સેટ જર્નલમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, છેલ્લા ૩૦ વર્ષોમાં હાઈ બ્લડપ્રેશરના કેસમાં થોડો ચેન્જ આવ્યો છે. આ ઉપરાંત વધારે આવકવાળા દેશોમાં કેસ ઘટી રહ્યા છે અને ઓછી આવકવાળા દેશમાં કેસ વધી રહ્યા છે. અમીર દેશોએ સમયની સાથે હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની રીત શીખી લીધી છે.હાલ દુનિયાભરમાં ૧૫૦ કરોડ લોકો હાયપરટેન્શનથી પીડિત છે. ૨૦૧૯માં ૧.૭૯ કરોડ લોકોના મૃત્યુ હૃદય રોગને લીધે થયું હતું. તેમાંથી એક તૃતિયાંશ લોકોના મોત પાછળ હાઈ બ્લડપ્રેશર જવાબદાર છે. કારણકે હાઈપરટેન્શનના દર્દી આ બીમારીને સમયસર ઓળખી શકતા નથી. તેને પરિણામે દર્દીઓને હાર્ટ અટેક આવે છે. આથી આ બીમારીને સાઈલન્ટ કિલર પણ કહેવાય છે. જેનેટિક રિસ્ક ફેક્ટર ઉપરાંત અન્ય પણ ઘણા કારણો હાયપરટેન્શન માટે જવાબદાર છે. જેમ કે અનહેલ્ધી ભોજન, ફિઝિકલ એક્ટિવિટીની અછત, તમાકુનું સેવન, આલ્કોહોલનું સેવન, ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહે અને ઓવરવેટ હોવું. તેમાં સ્થૂળતા એક મોટું રિસ્ક ફેક્ટર છે. જાે કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર ૧૪૦/૯૦ સુધી પહોંચી જાય છે તો તેને હાયપરટેન્શન કહેવાય છે. ૧૨૦/૮૦ થી ૧૩૯/૮૯ વચ્ચે બ્લડ પ્રેશર ધરાવતા લોકોને પ્રી-હાયપરટેન્શનની શ્રેણીમાં મૂકવામાં આવે છે. આવા લોકોને હાયપરટેન્શનનું જાેખમ સામાન્ય લોકોની સરખામણીએ ઘણું વધારે હોય છે.