થાનગઢમાં પીજીવીસીએલ ટીમના દરોડા

  • 3:12 pm August 27, 2021

થાનગઢ વિસ્તારમાં ખનીજ તત્ત્વો મળી આવતા હોવાથી ભૂમાફિયાઓ ગેરકાયદે ખનન કરી સરકારી તિજાેરીને નુકસાન પહોંચાડી પૈસા રળતા હોવાની બૂમરાડો ઊઠી છે. થાન તાલુકામાં ગેરકાયદે કનેક્શનો લેવાતા હોવાની બાતમીના આધારે થાન પીજીવીસીએલના એન્જિનિયર દૂધરેજિયા, મિસ્ત્રી અને વોરાભાઇએ ખાખરાળી ગામે દરોડા કર્યા હતા. જ્યાં તપાસ કરતા રાવરાણી જ્યોતિગ્રામ ફિડરની અંદર ટીસીમાં ડાયરેક્ટ કનેક્શન લેવામાં આવ્યા હતા. આ કનેક્શન ગેરકાયદે કોલસાના વેપલામાં ઉપયોગમાં લેવાતું હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી ૨૦૦ કેવીનું ટીસી પકડી પાડવામાં આવ્યું અને ૨૦ લાખથી વધારેનો દંડ ફટકારવામાં આવ્યો હતો. થાન તાલુકામાં આવા ગેરકાયદે કનેક્શનો અને ભૂમાફિયાઓ સામે પોલીસ અને મામલતદાર કાયદેસર કાર્યવાહી કરે તેવી લોક માંગ ઊઠી છે. થાનગઢના ખાખરાળી વિસ્તારમાં પીજીવીસીએલ ટીમે દરોડા કર્યા હતા. જ્યાં જ્યોતિગ્રામ ફિડરના ટીસીમાં ગેરકાયદે ડાયરેક્ટ કનેક્શન લઇ કોલસાની ખાણમાં વપરાતું હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી ૨૦૦ કેવીનું ટીસી પકડી પાડી ૨૦ લાખનો દંડ ફટકાર્યો હતો.