"કોગ્રેસ પક્ષ ના ૧૩૭ માં સ્થાપના દિવસની ઉજવણી પ્રદેશ આગેવાનો ની ઉપસ્થિતિ માં રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવી"

  • 4:07 pm December 28, 2021

રિપોર્ટર : વિશાલ ગોહિલ

કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે 28 ડિસેમ્બર 1985ના રોજ ભારતીય  કોંગ્રેસની સ્થાપના થઈ હતી. તે રવિવારનો દિવસ હતો. આ પાર્ટીની સ્થાપના બ્રિટિશ સિવિલ સેવાના અધિકારી એલેન ઓક્ટોવિયો હૂયમે કરી હતી. 
         
પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક રાષ્ટ્રીય ચળવળના રૂપમાં અસ્તિત્વમાં આવેલ અને સમય જતા તે દરેક ભારતીયનો અવાજ બનીને ઉભરી આવેલ પક્ષ છે. તેનો શહાદત, ત્યાગ, સંઘર્ષ, આંદોલન અને દેશભક્તિ થી ભરપુર છે. હિટલર અને સરમુખત્યારોની વિચારધારા વાળા અંગ્રેજોને આ દેશ માંથી ભગાડતી કોંગ્રેસ કે જે આઝાદી ની લડાઈ લડ્યું છે. ઈતિહાસ ના પાના જો વાંચવામાં આવે તો કેટલીક પાર્ટીઓ વિશ્વમાં દેશને આઝાદ કરવામાં માં મહત્વ નો ભાગ ભજવ્યો હોય પણ સતા ઉપર આવી અને દેશનું  નવનિર્માણ નું કામ ન કર્યું હોય તેવી કેટલીઓ પાર્ટીઓ છે. પણ આપને ગૌરવ લઈ શકીએ અંગ્રોજોના જુલમ માંથી આ દેશ ને કોંગ્રેસે આઝાદ કરાવ્યો અને માત્ર આઝાદ  નહિ કરાવ્યો પરંતુ એ વખતે અંગ્રેજો કહેતા હતા કે ગરીબ ભૂખમરા વાળો દેશ અમે જતા રહેશું તો આ દેશ નું શું થશે એ વખતે કોંગ્રેસે અંગ્રેજો ને આ દેશ માંથી કાઢ્યા.

 શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ પક્ષે દેશના અનેક મહા સપૂતોએ નેતૃત્વ પૂરું પાડ્યું છે અને અને તેમના મહાન વિચારોનો ભવ્ય વારસો આપણને પ્રાપ્ત થયો છે. પુ.મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, લાલબહાદુર શાસ્ત્રી, ડો. આંબેડકર, શ્રીમતી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા ત્યાગ અને બલિદાનના પ્રતિક સમા અનેક મહાપુરુષો એ આ પક્ષનું નેતૃત્વ કાર્ય છે. આઝાદી બાદ પણ જયારે જ્યારે રાષ્ટ્ર ની એકતા અને અખંડિતતા પર જોખમ ઉભું થયું છે ત્યારે ત્યારે દરેક કોંગ્રેસી માતૃભૂમિના રક્ષણ કાજે પોતાના પ્રાણ ની આહુતિ આપી દેવા પણ તત્પર રહ્યો છે

પ્રદેશ પ્રભારી આદરણીયશ્રી ડો. રઘુ શર્માજી, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર અને ગુજરાત કોંગ્રેસ વિધાનસભા પક્ષના માનનીય નેતા શ્રી સુખરામ રાઠવા, કાર્યકારી પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા,  ધારાસભ્ય ઋત્વીક્ભાઈ મકવાણા, લલીતભાઈ વસોયા, સી. જે  ચાવડા, જીતેન્દ્ર બઘેલજી,  શૈલેશભાઈ પરમાર, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, વિશ્વનાથસિંહ વાઘેલા ની ઉપસ્થિતિ માં શહેર કાર્યાલય ખાતે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો.

આ ધ્વજવંદન કાર્યક્રમ માં રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનો કાર્યકરો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.