"અખિલ ભારતીય ગ્રાહક પંચાયત રાજકોટ ટિમ દ્વારા ગ્રાહક જાગરણ પખવાડિયા અંતગર્ત બહેનો માટે ગ્રાહક સુરક્ષા કાયદા,અંગે સેમિનાર યોજાયો "

  • 4:11 pm December 28, 2021

"અખિલ ભારતીય ગ્રાહક પંચાયત રાજકોટ ટિમ દ્વારા ગ્રાહક જાગરણ પખવાડિયા અંતગર્ત બહેનો માટે ગ્રાહક સુરક્ષા કાયદા,અંગે સેમિનાર યોજાયો "

રિપોર્ટર    :: વિશાલ ગોહિલ

રાજકોટ ૧૫ ડિસેમ્બર થી ચાલી રહેલું ગ્રાહક પખવાડિયા અંતગર્ત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત રાજકોટ ટિમ દ્વારા શહેરના સરદાર નગર હોલ ખાતે બહેનો માટે રાજકોટ ટિમ દ્વારા બહેનો માટે ગ્રાહક  સુરક્ષા કાયદા અંગે માર્ગદર્શન , ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ વગેરે બાબતે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં ઉપસ્થિત બહેનોને ઓનલાઇન ખરીદી માં શું ધ્યાન રાખવું જોઈએ, લોકલ માર્કેટ માંથી ખરીદતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, જો કોઈ ફ્રોડ થાય તો ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરી શકાય ? ગ્રાહકો ને ક્યાં ક્યાં હક્કો છે , ખાદ્ય વવહીજ વસ્તુઓમાં કેવા પ્રકારની ભેળસેળ થતી હૉય છે વગેરે જેવી બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી

આ કાર્યક્રમ ને સફળ બનાવવા અખિલ ભારિતય ગ્રાહક પંચાયત ની સંપ્રુણ ટીમે જહેમત ઉઠાવી હતી.