ભાયાવદરના અનુ.જાતિ અને પછાત વિસ્તારના લોકો દવારા નગરપાલિકાના પ્રમુખશ્રી , ઉપપ્રમુખશ્રી તથા સદસ્યોનું જાહેર સન્માન કરવામાં આવ્યુ .

  • 3:15 pm January 5, 2022

ભાયાવદર નગરપાલિકાની હાલની કોંગ્રેસ પક્ષની બોડી દવારા અનુ.જાતિ વિસ્તાર તેમજ શહેરના પછાત વર્ગના લોકો રહે છે , તેવા છેવાડાના વિસ્તારમાં રોડ રસ્તા , આંગણવાડી , સમાજ ભવનો , શૌચાલય તેમજ હીન્દુ કબ્રસ્તાન અને મુસ્લીમ કબ્રસ્તાનમાં હાલની નગરપાલિકાની કોંગ્રેસ પક્ષની બોડી દવારા વર્ષોથી વંચીત રહેલા વિકાસ કાર્યને કોઇપણ પ્રકારના રાગ દવેષ વગર સારામાં સારા રોડ રસ્તાઓ તેમજ આરોગ્યલક્ષી જાહેર શૌચાલયો નગરપાલિકાના સતાઘારી બોર્ડના ચુંટાયેલા સભ્યોની દેખરેખ નીચે અને જે તે વિસ્તારના રહીશો સાથે સંકલનમાં રહી સારામાં સારૂ કાર્ય પછાત વિસ્તાર જેમાં આંબેડકર સોસાયટી , ફુલવાડી પ્લોટ , કૃષ્ણનગર વિસ્તાર તેમજ હોળીઘાર વિસ્તાર , ઘોબીતળ વિસ્તાર જેવા વિસ્તારોમાં વર્ષોથી વંચીત રહેલા વિસ્તારોમાં આશરે રૂા .૨૫૦ / -લાખના શહેરીજન્નેની સુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી સુંદર અને ટકાવ રોડ રસ્તા અને પ્રાથમિક સુવિઘાઓ હાલના નગરપાલિકાના પ્રમુખશ્રી નયનભાઇ જીવાણી , ઉપપ્રમુખશ્રી બાઘાભાઇ ખાંભલા , કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી મામદભાઇ પટટા , બાંઘકામ સમિતિના ચેરમેનશ્રી વિજયભાઇ ગામી , સામાજીક ન્યાય સમિતિના ચેરમેનશ્રી લલીતાબેન પરમાર , શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ભારતીબેન પાચાણી , પૂર્વ નગરપાલિકાના પ્રમુખશ્રી રેખાબેન માકડીયા , જાહેર સ્ટ્રીટ લાઇટના ચેરમેનશ્રી અસ્મીતાબેન ડઢાણીયા , અનુ.જાતિના આગેવાનશ્રી અને સદસ્યશ્રી વિરાભાઇ બાટા સહીત કોંગ્રેસ પક્ષના આગેવાનોનું સાલ ઓઢાડી પછાત વિસ્તારના આગેવાનો તેમાં શ્રી લાખાભાઇ બગડા , શ્રી સોમાભાઇ કાથડ , શ્રી અશોકભાઇ સોલંકી , શ્રી અરજણભાઇ પરમાર , શ્રી મમતાબેન કરશનભાઇ વીંઝુડા , શ્રી મંજુબેન મંગાભાઇ બગડા દવારા નગરપાલિકાના સતાધિશોનું સાલ ઓઢાડી સન્માન કરી બહોળી સંખ્યામાં હાજર રહેલા પછાત વિસ્તારના ભાઇઓ અને બહેનોને પેડા ખવડાવી મો મીઠા કરાવેલ હતા .

✍️ રિપોર્ટ વિજય રાડીયા ભાયાવદર ✍️