"પત્રકાર કલ્યાણ નિધી" ની જાહેરાત થી ગુજરાત ભરના પત્રકારોમાં ખુશીનો માહોલ

  • 3:19 pm January 5, 2022

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા પત્રકારો નાં હિત માં લેવાયા અનેક નિર્ણયો : આગામી 15 જાન્યુઆરી બાદ શરૂ થશે સદસ્યતા અભિયાન.

રાજકોટ : અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) નાં ઉપક્રમે ગાંધીનગર ખાતે યોજાયેલ સ્નેહ મિલન ની ભવ્યાતિભવ્ય સફળતા બાદ ગુજરાત ભરના પત્રકારોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. કોરોના કાળ બાદ અનેક સમસ્યાઓથી ઘેરાયેલા પત્રકાર મિત્રો માટે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા સરકાર સાથે સંવાદ સ્થાપિત કરી નવી પહેલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પત્રકારોને પ્રતિનિધી મંડળ સમક્ષ હકારત્મક આશ્વાસન આપવામા આવતાં આ બાબતને લઇને ગુજરાત નાં પત્રકાર જગતમાં નવી આશાનો સંચાર થયો છે. ગાંધીનગર ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન વિશ્વ ઉમિયા ધામ નાં પ્રણેતા આર. પી. પટેલ દ્વારા રૂ.51000/- નાં અનુદાન સાથે "પત્રકાર કલ્યાણ નિધી" ખુલ્લી મુકવામાં આવેલ છે જેના દ્વારા એક વર્ષમાં પાંચ કરોડની નિધી સંગઠન દ્વારા એકત્રીત કરવાનું લક્ષ્ય મૂકવામાં આવ્યું છે જેને લઇને પત્રકારો ખાસ્સા ઉત્સાહિત છે. પત્રકાર કલ્યાણ નિધી નો ઉદ્દેશ્ય પત્રકારો ની સરકાર પર ની નિર્ભરતા ઓછી કરી ને પત્રકારોને સ્વ નિર્ભર બનાવવાનો છે.

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગુજરાત માં ફુલ ટાઇમ પત્રકારત્વ વ્યવસાય સાથે જોડાયેલા પત્રકારો ને સમિતિ સાથે જોડવાના ઉદ્દેશ્ય થી આગામી 15 જાન્યુઆરી બાદ ખાસ સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવશે જે અંતર્ગત સંગઠન નાં હોદેદારો દ્વારા જિલ્લા વાઈઝ પત્રકાર સંમેલનો યોજવામાં આવશે. આ જિલ્લા સંમેલનો ની શરુઆત ગુજરાત નાં ગોલ્ડન કોરિડોરનાં મહત્વ નાં અંગ ગણાતા ભરૂચ જિલ્લા થી કરવામાં આવશે. પત્રકારો માં પત્રકારત્વ અને કાયદાકિય બાબતો ની જાણકારી વધે તે હેતુથી ઝોન અને જિલ્લા કક્ષાના વર્કશોપ અને સેમિનારો પણ આયોજિત કરવામાં આવશે જેમાં રાજ્ય અને દેશભર માંથી પત્રકારત્વ ક્ષેત્રનાં તજજ્ઞો ને નિમંત્રિત કરવામાં આવશે.

પત્રકાર અને પત્રકાર પરિવારો માટે અનેક ફાયદાકારી યોજનાઓ અમલમાં મુકવા હાલ રાષ્ટ્રિય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા, સલાહકારો દિલીપભાઇ પટેલ, હિમાંશુભાઈ શાહ, કોષાધ્યક્ષ અજયસિંહ પરમાર,પ્રદેશ સંયોજક મીનહાજ મલિક, સંરક્ષક મુકેશ પટેલ, ભાવેશ મકવાણા, ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ, વિમલ મોદી,ઝોન ઇન્ચાર્જ કુમાર હીંગોળ, વિનોદ મેઘાણી, ભાવિક અમીન, સુજલ મિશ્રા તથા પ્રદેશ કોર કમિટી સદસ્યો અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં હોદેદારો દ્વારા વિવિઘ આયોજનો પર સમીક્ષા કરવામાં આવી રહી છે.