ગીર ગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના થીં મૃત્યુ પામેલાનાં પરિવારજનોને રૂ.ચાર લાખની સહાય ચુકવવા માંગ

  • 3:40 pm January 6, 2022

કોરોના ની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સરકાર ની અણધડ આવડત ના લીધા દવાઓ , ઓક્સિજન , હોસ્પિટલ ના લાંબા બીલ ચૂકવ્યા બાદ પણ ઘણા પરિવારોએ પરિવાર ના અભિન્ન અંગ,ઘર નાં મોભી ગુમાવ્યા છે , ડિઝાસ્ટર એક્ટ મુજબ કોરોનાથી મૃત્યુ પામનાર તમામ વ્યક્તિઓ ના પરિજનો ને તાત્કાલિક રૂ. ૪ લાખ ની સહાય ચુકવવામાં આવે , તેમજ સરકારી કર્મચારી કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તો તેમના પરિવાર ના કોઈ એક વ્યક્તિ ને સરકારી નોકરી આપવામાં આવે , કોરોના માં જે કોઈ અસરગ્રસ્ત થયા હોય તેમને દવા બીલ હોસ્પિટલ નો ખર્ચ આપવામાં આવે તેમજ સરકારી તંત્રની નિષ્ફળતા ની ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગણી સાથે  ગીરગઢડા કોંગ્રેસ સમિતિ અને ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ દ્વારા મામલતદાર ગીરગઢડા ને આવેદનપત્ર પાઠવી મુખ્યમંત્રીશ્રી ને રજૂઆત કરવામાં આવી હતી.

આ તકે ધારાસભ્ય પુંજાભાઈ વંશ,ગીરગઢડા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ બાલુભાઈ હીરપરા,તાલુકા પંચાયત વિપક્ષ નેતા ઓઘડભાઈ પરમાર ,ઉપનેતા અરવિંદભાઈ ખૂંટ,દંડક નયનાબેન ગોહિલ,યુથ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ પરમાર તેમજ ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ અને સરપંચશ્રીઓ, સભ્યશ્રી ઓ, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.