દાત્રાણા ગામેથી ઇંગ્લીસ દારૂની મોટી માત્રા સાથે બે બુટ લેગરો ઝડપાયા એક ફરાર...

  • 3:14 pm January 7, 2022

દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળીયા તાલુકાના દાત્રાણા ગામેથી મોટી માત્રામાં ઇંગ્લીસ દારૂની ૭૦ બોટલના ૨૮,૦૦૦/- ની કિ. ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડીતી દેવભૂમિ દ્વારકા એલસીબી ટિમ અન્ય એક ફરાર ને પકડવા પોલીસે કર્યા ચક્રો ગતિમાન

એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ. મસરીભાઇ ભીખાભાઇ ભારવાડીયા અને બોઘાભાઇ મેરામણભાઇ કેશરીયાને મળેલ હકીકત આધારે મહેશભાઇ સવદાસભાઇ ચાવડા અને હરદીપસિંહ દોલુભા જાડેજા વાળાઓ બંને ભેગા મળી ગે.કા ઇગ્લીશ દારૂના જથ્થો વેચાણ અર્થે મંગાવી દાત્રાણા ગામના મહેશભાઇ સવદાસભાઇ ચાવડાએ તેના રેહણાક મકાન પાસે આવેલ કુળદેવી ગાત્રાળ માતજીના મંદીર વાળાની બાજુમાં પડતર મકાનનો કબ્જો રાખી આ મકાનમાં ગે.કા. ઇંગ્લીસ દારૂનો જથ્થો સંતાડી રાખી હેરફેર કરવાની પેરવીમાં છે. તેવી હકીકત આધારે રેઇડ કરી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની બોટલો ૭૦ નંગ કી.રૂ.૨૮,૦૦૦/- ના મુદામાલ સાથે (૧) મહેશભાઇ સવદાસભાઇ ચાવડા, (૨) હરદીપસિહ દોલુભા જાડેજા પકડાયેલ આરોપીઓ ને પકડી પાડી આ બંનેની પુછપરછમાં ફરારી આરોપીનું નામ ખુલેલ છે. આ ત્રણેય વિરૂધ્ધ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી આગળની તપાસ અર્થે સોપી આપેલ

પકડાયેલ આરોપી :– (૧) મહેશભાઇ સવદાસભાઇ ચાવડા, આહિર ઉવ -૨૧ રહે . દાત્રાણાગામ તા.ખંભાળીયા, (૨) હરદીપસિહ દોલુભા જાડેજા ઉવ-૨૬ રહે.સીદસરા ગામ તા. કલ્યાણપુર,  અટક કરવા પર બાકી આરોપી-(૧) ફરારી હેમુભાઇ ઉર્ફે હેમતભાઇ ગઢવી રે.રાણ સીમ તા.કલ્યાણપુર જિ.દેવભૂમિ દ્વારકા