ગામની સિમ માંથી નવજાત શિશુ મળી આવ્યો

  • 3:22 pm January 7, 2022

ત્રણ થી ચાર દિવસ નું હોવાનું અનુમાન.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામ ની સીમ ગઇકાલે સાંજે એક નવજાત બાળકી જીવિત અવસ્થામાં મળી આવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ તંત્ર દોડતું થયું હતું , અને બાળકીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી છે . જ્યારે તેને ત્યજી દેનારા તેના માતા - પિતાની શોધખોળ હાથ ધરી છે . આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ટોડા ગામ ની સીમ માં નાથાભાઈ નામના એક ખેડૂતની વાડીના સેઢે ગઈકાલે સાંજે પોણા સાતેક વાગ્યાના અરસામાં કાપડમાં વિટાળેલી એક નવજાત બાળકી રડતી અવસ્થામાં મળી આવી હતી .

જેથી કાલાવડ ગ્રામ્ય પોલીસે દોડી જઈ બાળકી નો કબજો સંભાળ્યો હતો, અને તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડી દીધી હતી. સમયસર સારવાર મળી જતાં બાળકીનો બચાવ થયો છે, અને તેની સારવાર ચાલી રહી છે. માત્ર ચાર દિવસ પહેલાંજ જન્મેલી બાળકીને કોઈ અજ્ઞાત સ્ત્રી અથવાતો તેણીના માતા-પિતાએ બાળકીનો જન્મ છુપાવવા માટે નું આ કૃત્ય કર્યું હોવાનું અનુમાન લગાવી પોલીસે અજ્ઞાત માતા-પિતા સામે ગુનો નોંધ્યો છે, અને આસપાસના વિસ્તારોમ તપાસ શરૂ કરી દીધી છે.