કોરોના સંક્રમણને ધ્યાને લઇ કલા મહાકુંભની તમામ સ્પર્ધાઓ મોકૂફ રખાઈ

  • 2:16 pm January 8, 2022

જામનગર તા.7 જાન્યુઆરી, કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ નું રજીસ્ટ્રેશન તા.૦૬/૦૧/૨૦૨૨ના રોજ પૂર્ણ થયેલ છે.પરંતુ હાલ રાજ્યમાં વધતા જતા કોરોના(ઓમીક્રોન) સંક્રમણને ધ્યાને રાખીને સરકાર દ્વારા તમામ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે.જે અન્વયે જામનગરની તાલુકા,ઝોન તેમજ શહેર-જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર દ્વારા અન્ય સુચના ન મળે ત્યાં સુધી હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.જેની રજીસ્ટ્રેશન કરેલ તમામ વયજૂથના કલાકારોએ નોંધ લેવા જિલ્લા રમત-ગમત અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.