સેન્સેકસમાં સપ્તાહના પહેલા દિવસે જ ૧૩૦૦ અંક તૂટ્યો
- 5:42 pm February 8, 2022
શેરબજારમાં આજેસપ્તાહના પહેલા દિવસે ઘટાડો જાેવા મળ્યો છે. સેન્સેક્સ ૧૩૦૦ પોઈન્ટ ઘટીને ૫૭,૩૦૭ પર ટ્રેડ થયો હતો. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી માત્ર ૩ શેર વધ્યા છે જ્યારે ૨૭ શેરમાં ઘટાડો દેખાયો છે. યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી શકે તેવી આશંકાથી આ ઘટાડો થયો છે. બીજી તરફ ક્રૂડની કિંમત ૯૩ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. જાેકે ભારતમાં ચૂંટણીની મોસમમાં રિટેલ વેચાણ પર તેની કોઈ અસર થવાની નથી. પરંતુ ચૂંટણી બાદ વધારાની શક્યતાઓ નકારી શકાય નહિ સેન્સેક્સ ૯૫ પોઈન્ટ ઘટીને ૫૮,૫૪૯ પર ખુલ્યો હતો. પ્રથમ કલાકમાં તે ૫૮,૭૦૭ની ઊંચી અને ૫૭,૭૧૫ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજાર સવારથીજ લાલ નિશાન નીચે નજરે પડી રહ્યો હતો. ભારતીય શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ(જીીહજીટ) અને નિફટી(દ્ગૈકંઅ) ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ ૫૭,૨૯૯.૦૫સુધી નીચલા જયારે ૫૮,૭૦૭.૭૬ સુધી ઉપલા સ્તરે નજરે પડ્યો હતો. આજે સેન્સેક્સ ગઈકાલની ૫૮,૬૪૪.૮૨ ની સપાટી સામે ૫૮,૫૪૯.૬૭ ઉપર ખુલ્યો હતો.
નિફટીની વાત કરીએતો ૧૭,૪૫૬.૩૦ ઉપર ખુલ્યો હતો જે ૧૭,૫૩૬.૭૫ ના ઉપલા અને ૧૭,૧૧૯.૪૦ ના નીચલા સ્તરે જાેવા મળ્યો હતો. શેરબજારમાં શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૧૪૩ પોઈન્ટ ઘટીને ૫૮,૬૪૪ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૪ પોઈન્ટ ઘટીને ૧૭,૫૧૬ પર બંધ થયો હતો.
જીમ્ૈંનો શેર ૧.૯૨% તૂટ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ આજે ૧૩૦ પોઈન્ટ વધીને ૫૮,૯૧૮ પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તે ૫૮,૯૪૩ના ઉપલા સ્તરે અને ૫૮,૪૪૬ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો.