શરદ પૂનમ નો મહિમા
- 12:55 pm October 31, 2020
કહેવાય છે કે શરદ પૂનમે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવન ની ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા
આજે શરદ પૂનમ એટલે હિન્દુ કેલેન્ડર ની સૌથી મોટી પૂનમ છે આજના દિવસની ઘણી ધાર્મિક માન્યતાઓ છે વ્રત, ઉપવાસ, અને જાગરણ નું ગણું મહત્વ છે આજનો દિવસ વર્ષા ઋતુ નો છેલો અને શરદ ઋતુ નો પહેલો દિવસ છે તેથી સોળે કળાએ ખીલેલ ચન્દ્ર ને જોતા લોકો શ્રીકૃષ્ણ ને યાદ કરી રાસ રમે છે બધી પૂનમો મો શ્રેષ્ઠ પૂનમ મનાય છે ભગવાન કૃષ્ણ એ યુધિષ્ઠિર ને કહ્યું હતું કે પૂર્ણિમા વ્રત શ્રેષ્ટ છે પૂનમ ને દિવસે કરેલી પગ યાત્રા ઉપવાસ દેવ દર્શન નૈવદ્ય સુખ શાંતિ બક્ષે છે ભક્તિ માં શ્રદ્ધા વધારે છે
પૂનમ ની ચાંદનીમા રાખેલ દૂધ પૌવા ખાવાથી શરીર માં રહેલી પિત્ત પ્રકૃતિ દૂર થાય છે આમ જોઈએ તો દૂધ પૌવા એ પિત્તશામક આહાર છે દૂધ પિત્ત શામક પીણું છે પિત્ત નાશક દૂધ અમૃત સમાન છે ગાય નું દૂધ અમૃત ગણાય છે દૂધ પૌવા ધાબા પર રાખવાથી ચાંદની ની સૌમ્યતા જ્યોત્સના ભળે છે આ પુનમ ની ચાંદની આરોગ્ય વર્ધક છે શીતળ છે માન્યતા મુજબ ધાબા ઉપર રાખેલા આ દૂધ પૌવા દમ ના દર્દીઓ માટે એક ઔષધિ જેવું પુરવાર થાય છે શરદ કાલીન રોગો ને દૂર કરે છે શરદ પુનમ ચોમાસા અને શિયાળા ની ઋતુ નો સંક્રાંતિકાળ છે દૂધ પૌવા આરોગ્ય વર્ધક છે