જાપાનમાં ફાયર વોકિંગ ફેસ્ટિવલ યોજાયો

  • 5:19 pm March 15, 2022

વિશ્વમાં શાંતિ માટે પ્રાર્થના કરી
 

જાપાનના ટોક્યોમાં રવિવારે ફાયર વોકિંગ ફેસ્ટિવલ યોજાયો. અહીંના માઉન્ટ તાકાઓમાં હિવાતરી મત્સુરીમાં દર વર્ષે આયોજિત આ ફાયર ફેસ્ટિવલમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોએ ભાગ લીધો. ફાયર વોકિંગ ફેસ્ટિવલમાં સળગતા કોલસા પર ઉઘાડા પગે બાળકો, મહિલાઓ અને ભિક્ષુકો ચાલ્યાં અને દુનિયામાં શાંતિ સ્થપાયી તે માટે પ્રાર્થના કરી. જાપાનમાં એવું માનવામાં આવે છે કે અંગારા પર ઉઘાડા પગે ચાલવાથી ખરાબ આત્માઓથી બચી શકાય છે અને પોતાને શુદ્ધ કરી શકાય છે. આ ફેસ્ટિવલમાં ૪૦૦૦ લોકો સામેલ થયા.

જાપાનમાં દર વર્ષે યોજાતા આ ફેસ્ટિવલમાં ઉઘાડા પગ અંગારા પર ચાલતા એક વ્યક્તિએ પોતાની અને પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરી. આ ફેસ્ટીવલમાં મહિલાઓએ પણ ભાગ લીધો. એક મહિલા ઉઘાડા પગલે આગની જવાળામાં ચાલી રહી છે. અહીંની મહિલાઓ પરિવારની સાથે આ ફેસ્ટિવલને માણે છે. ફેસ્ટિવલમાં બૌદ્ધ ભિક્ષુક પણ સામેલ થયા. લગભગ ૧૫૦૦ જાપાની ભિક્ષુક દર વર્ષે આ ફેસ્ટિવલમાં આગની વિકરાળ જ્વાળાઓમાંથી ઉઘાડા પગે ચાલે છે. દર વર્ષે હજારો સાધુ આ ફેસ્ટિવલમાં હાજર રહે છે. તેઓ પ્રાર્થના પણ કરે છે. આ બૌદ્ધ સાધુઓનું માનવું છે

કે આવું કરવાથી ખરાબ આત્માઓથી પોતાને શુદ્ધ કરી શકાય છે. આ ફેસ્ટિવલમાં લોકો પોતાના બાળકોને પણ આગ પર ચાલવા માટે પ્રેરિત કરે છે. તેમને તે વાતથી કોઈ ફર્ક નથી પડતો કે આનાથી બાળક પર શું વિતે છે. આ ફેસ્ટિવલમાં લોકો પોતાના બાળકોને પણ આગ પર ચાલવા માટે પ્રેરિત કરે છે. તેમને તે વાતથી કોઈ ફર્ક નથી પડતો કે આનાથી બાળક પર શું વિતે છે. જાપાનના ટોક્યોમાં આયોજિત હિવાતારી મત્સુરી ફેસ્ટિવલમાં બૌદ્ધ ભિક્ષુક આગની વિકરાળ જ્વાળામાંથી પસાર થાય છે. જાેતજાેતમાં આગની જ્વાળા વિકરાળ બને છે. બૌદ્ધ સાધુ તેને ઠારવાનો પ્રયાસ કરે છે

. જે બાદ ભિક્ષુકોનું સરઘસ નીકળે છે. આગની ભીષણ જ્વાળામાં ઘેરાયેલો એક વ્યક્તિ પોતાની અને સ્વજનોની સુરક્ષા માટે આ ફેસ્ટિવલમાં ભાગ લે છે. જાપાનમાં આ ઉત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે. આંખને બંધ કરીને અને હાથમાં જૂતાં લઈને એક યુવાન સળગતા કાકડામાંથી પસાર થઈ રહ્યો છે. ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ આ બાળકો અને ભિક્ષુકો હોય છે.